Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દિકરાએ સટ્ટામાં ગૂમાવેલા ૭ લાખ મામલે રાજુભાઇ અને તેના ભાઇ પર હુમલોઃ રૂખડીયાપરાનો બનાવ

દેવીપૂજક આધેડ પર આ વિસ્તારના જ ધારશી સહિતના દેવીપૂજક શખ્સો તૂટી પડ્યાઃ સામે સુનિલને પણ ઇજાઃ રાજુભાઇએ પાંચ લાખ ચુકવી દીધા, હવે ચુકવી ન શકતાં ડખ્ખો

રાજકોટ તા. ૭: રૂખડીયાપરામાં રહેતાં દેવીપૂજક યુવાને અગાઉ સાતેક લાખ રૂપિયા આ વિસ્તારના જ દેવીપૂજક લોકો પાસેથી ઉછીના લઇ સટ્ટામાં ગુમાવી દીધા હોઇ આ રકમની ઉઘરાણી હવે તેના પિતા પાસે કરી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં યુવાનના પિતા અને કાકા બંને ઘવાયા છે.

રૂખડીયાપરા ખાડામાં રહેતાં અને ફ્રુટનો ધંધો કરતાં રાજુભાઇ ધીરૂભાઇ ઉગરેજીયા (ઉ.૪૭) અને તેના ભાઇ રમેશભાઇ ધીરૂભાઇ ઉગરેજીયા (ઉ.૪૦) પોતાના પર ધારશી પરષોત્તમ લોરીયા (દેવીપૂજક) તથા તેની સાથેના શખ્સોએ હુમલો કરી લાકડી-ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના અએસઆઇ હરેશભાઇ રત્નોતરે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

સામા પક્ષે ભગવતીપરાના સુનિલ ધારશીભાઇ લોરીયા (ઉ.૨૫) પણ પોતાને રાજુભાઇ અને રમેશભાઇ સહિતનાએ માર માર્યાની ફરિયાદ સાથે સારવાર લીધી હતી.

રાજુભાઇના કહેવા મુજબ મારા દિકરા રવિએ બે વર્ષ પહેલા ધારશી સહિતના પાસેથી સાતેક લાખ રૂપિયા મારી જાણ બહાર ઉછીના લઇને સટ્ટામાં ગુમાવી દીધી હતાં. તે વખતે તે અલગ રહેતો હતો. હાલમાં તે મારી સાથે રહેવા આવતાં આ લોકોએ મારી પાસે ઉઘરાણી કરી ઝઘડો કરતાં મેં તેને પાંચ લાખ ચુકવી દીધા છે. બીજી રકમની હાલ વ્યવસ્થા ન હોઇ ઉઘરાણી કરી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં નાના ભાઇ રમેશભાઇ બચાવવા વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો.

(3:35 pm IST)
  • ખિસ્સાવાળા જેકેટમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોની સુરતના મહિધરપુરાથી ધરપકડ :બંને દમણથી ખિસ્સાવાળા જેકેટમાં દારૂની બોટલ લાવ્યા હતા :જેકેટ ઉપરાંત પગમાં પણ સેલોટેપ મારીને દારૂની બોટલો સંતાડીને લાવ્યા હતા.:આ બંને પાસેથી 96 જેટલી દારૂની બોટલ શરીર પરથી પોલીસે કબજે કરી access_time 1:34 am IST

  • અમદાવાદ સેટેલાઇટ ગેંગરેપ કેસની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓની બ્રેઇન મેપિંગ માટે મેટ્રો કોર્ટમાં મંજૂરી માંગી હતી. જેથી શનિવારે મેટ્રો કોર્ટે આરોપીઓની બ્રેઇન મેપિંગ માટેની મંજૂરી આપી હતી. access_time 1:20 am IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST