Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જૈન આગમ અનુત્ત્।રોવવાઈ સૂત્રના વિમોચન પ્રસંગે આગમ મહાત્મય જાણીએ

તીથપતિ તીથઁકર પરમાત્માએ અનંત જ્ઞાનને પોતાના શ્રી મુખેથી પ્રગટ કરી જગત ઉપર અનંતો ઉપકાર કર્યો.ગણધર ભગવંતોએ આ જ્ઞાનની અમૃત ધારાને હ્રદયસ્થ તેમજ ગ્રંથસ્થ કરી આપણી સમક્ષ એક અણમોલ મોક્ષરૂપી ખજાનો ખુલ્લો મુકી દિધો.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈનાગમ શ્રી અનુત્ત્।રોવવાઈ સૂત્ર એ નવમું અંગ સૂત્ર રહેલું છે.પ્રસ્તુત આગમમાં ૩૩ મહાન આત્માઓના પ્રયોગ સિદ્ઘ જીવનની ઝાંખી છે.મૃત્યુ પામ્યા પછી અનુત્ત્।ર વિમાનમાં ઉત્પન્ન થવાય તેવી ક્રિયાઓનું સંપૂર્ણ જ્ઞાન આપે તેમજ પ્રયોગ કરવાનાં વિધી - વિધાન બતાવે તેનું નામ છે અનુત્ત્।રોવવાઈ સૂત્ર. ચતુર્વિધ સંદ્યને તપ ધર્મની પ્રેરણા આપતું ધર્મકથાનુયોગ આગમ છે.સમગ્ર શાસ્ત્ર તપ ધર્મનો મહિમા પ્રગટ કરે છે.જૈન દશઙ્ખનમાં તપનું અધ્કેરુ મહાત્મય છે.પૂર્વે જેટલાં પણ તીથઁકરો થઈ ગયા તેઓએ તપની સાથે સંયમનો સ્વીકાર કરેલો,તપ સાથે જ કેવળ જ્ઞાન - કેવળ દર્શન તેમજ તપ સાથે જ પ્રથમ ઉપદેશ એટલે કે દેશના ફરમાવતા હોય છે.

આ આગમમાં રાજકુમારોની સાથે સાથે સાથઙ્ખવાહ પુત્રોનું જીવન કવન પણ દ્યણી ઊંચાઈથી આલેખ્યું છે.પ્રસ્તુત આગમમાં કુલ ત્રણ વર્ગમાં ૩૩ અધ્યયન તથા લગભગ ૨૯૨ શ્લોક છે.તેત્રીસ મહાન આત્માઓએ જોરદાર પુરુષાર્થ કરવા છતાં સર્વ કર્મોનો ક્ષય ન થયો અને કેટલાક કર્મો ખપાવવાના બાકી રહી ગયાં.પ્રાયૅંકરી આ પૂણ્ય કર્મો જ શેષ રહી ગયા હોય છે તેવા આત્મા અનુપમ સ્થાન એવા અનુત્ત્।ર વિમાનમાં ઉત્પન્ન થાય છે.આ આત્માઓની વિશેષતા એ હોય છે કે તે અલ્પ - પરિત સંસારી હોય છે.તેઓને લવ સપ્તમાં દેવો કહેવાય છે.માત્ર સાત લવનું આયુષ્ય વધારે પ્રાપ્ત થયું હોત તો આ આત્માઓ મોક્ષમાં પહોંચી ગયા હોત.પ્રસ્તુત આગમમાં મુખ્યત્વે ધન્યકુમાર એટલે કે ધન્ના અણગારનું વિસ્તારપૂર્વક વર્ણન છે તથા શ્રેણિક મહારાજાના જાલિ - મયાલી,અભયકુમાર વગેરે ૨૩ પુત્રોનું વર્ણન છે.રાજ સુખ તે સાચું સુખ નથી પરંતુ ત્યાગ અને તપમય જીવનમાં જ પરમ સુખ - શાંતિ સમયેલી છે.પ્રસ્તુત શાસ્ત્ર પૂણ્ય આત્માઓના તપરૂપી પરાક્રમોથી ભરેલું છે.આસકિત છોડી વિરકતિમય જીવન જીવવાની પ્રેરણા આપતું આ આગમ છે.હાર અને હાથી માટે રથ મૂશલ અને મહાશીલાકંટક નામના બે ભયંકર યુધ્ધ થયા તેનું વર્ણન છે.આ આગમમાં આવતા ૩૩ આત્માઓના ગુરુ પ્રભુ મહાવીર હતાં. તેમાંથી ૨૬ તો રાજગૃહી નગરીના રહેવાસીઓ હતાં.દીક્ષા પર્યાય છ માસથી લઈ સોળ વષઙ્ખ સુધીનો ભિન્ન - ભિન્ન છે.દરેક આત્માઓએ ગુણ રત્ન તપની આરાધના તથા એક માસની સંલેખના કરેલી.સંયમ પર્યાય કરતાં આત્માની પરીણામ ધારા અગત્યની છે તે બાબત ધન્ના અણગારના જીવન ચરિત્ર દ્રારા સમજાવવાનો આગમકાર ભગવંતોએ પ્રયત્ન કરેલ છે.આ આગમમાં આવતાં અનેક મહાપુરુષોના નામ સાધુ વંદનામાં આવી જાય છે.સાધુ - સાધ્વીજી કાળ ધર્મ પામે તેઓના દેહાવસાન નિમિત્ત્।ે કાયોત્સર્ગ- કાઉસગ કરવાનો ઉલ્લેખ જાલિકુમારના અધ્યયનમાં આવે છે.પ્રભુ મહાવીર સ્વયં પોતાના શ્રી મુખેથી ધન્ના અણગારના તપની પ્રશંસા - અનુમોદના કરે છે જે અન્ય સાધકો માટે પ્રેરક છે.

સંકલન

મનોજ ડેલીવાળા,રાજકોટ

મો.૯૮૨૪૧ ૧૪૪૩૯.

(3:33 pm IST)
  • નડિયાદ ડિવિઝન સ્કવોર્ડે બાતમીના આધારે, સંધાણા પાસેથી કારમાં લઇ જવાતા 300 લીટર દેશી દારૂ ના 10 પોટલાં સાથે એક મહિલા અને પુરુષને ઝડપી લીધા છે. access_time 8:12 pm IST

  • તાપી: ડોસવાળા ડેમ ઓવરફ્લો : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો. access_time 6:48 pm IST

  • અમારી સરકારમાં કોઈ યોજનાઓ લટકતી-ભટકતી-અટકતી નથીઃ રાજસ્‍થાનમાં ૨૧૦૦ કરોડની યોજનાઓનો શિલાન્‍યાસ કરતા મોદીઃ જંગી રેલીને સંબોધનઃ કોંગ્રેસ ઉપર પ્રહારો access_time 4:26 pm IST