Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કોઠારીયા-વાવડી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિતઃ રજુઆત

રાજકોટઃ શહેરના કોઠારીયા-વાવડી વિસ્તારનો કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ હજુ આ વિસ્તારમાં નથી કનેકશન, ભુગર્ભગટર, રોડ-રસ્તા, સફાઇ સહિતની પ્રાથમિક સુવિધાથી વિસ્તારવાસીઓ વંચિત છે. આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ લાવવા ડાબેરી પક્ષના આગેવાનો દ્વારા મ્યુનિ. કમિશ્નરને લેખિત પત્ર પાઠવી રજુઆત કરી હતી.

(3:31 pm IST)
  • તેલંગાણાનો 24 વર્ષીય વિદ્યાર્થીનું અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં શુક્રવારે મોત નિપજ્યું હતું. વારંગલનો રહેવાસી વિદ્યાર્થી શરત કપ્પૂ અહીંની મિસૂરી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટ અનુસાર કંસાસ પોલીસને શુક્રવારે સાંજે 7 વાગ્યે એક રેસ્ટોર્ટમાં ગોળીબારની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી લોહીમાં લથપથ શરદનો મૃતદેહ પુલમાંથી મળી આવ્યો હતો. access_time 1:19 am IST

  • તાપી: ડોસવાળા ડેમ ઓવરફ્લો : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો. access_time 6:48 pm IST

  • અમારી સરકારમાં કોઈ યોજનાઓ લટકતી-ભટકતી-અટકતી નથીઃ રાજસ્‍થાનમાં ૨૧૦૦ કરોડની યોજનાઓનો શિલાન્‍યાસ કરતા મોદીઃ જંગી રેલીને સંબોધનઃ કોંગ્રેસ ઉપર પ્રહારો access_time 4:26 pm IST