Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ભાજપ અનુ.જાતિ મોરબાની કાલે બેઠક

રાજકોટ તા. ૭ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના વિવિધ મોરચાઓની કારોબારી બેઠક યોજાઇ રહી છે તે અંતર્ગત કાલે તા. ૮ ના રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે કરણપરા સ્થિત ભાજપ કાર્યાલયે શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાની કારોબાબી બેઠક યોજવામાં આવી છે.

પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા, વિક્રમભાઇ લાખાભાઇ સાગઠીયાની ઉપસ્થિતીમાં મળનાર આ બેઠક માટે શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શંભુનાથજી ટુંડીયાની આગેવાની હેઠળ તૈયાર ચાલી રહી છે. આ બેઠકના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકારની સિધ્ધીઓ અને વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા માર્ગદર્શન અપાશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. શહેર અનુ. જાતિ મોરચાના હોદેદારો, વોર્ડના મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા મહેશ રાઠોડ, ડી. બી. ખીમસુરીયા, નાનજીભાઇ પારઘી, પ્રવિણ ચૌહાણ અનુરોધ કરેલ છે.

(3:28 pm IST)