Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

પશુ પક્ષીઓ માટે યોજાયો મેગા સર્વરોગ કેમ્પ : ૧૨૫ જીવની તપાસ સારવાર

રાજકોટ : કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત એનીમલ હેલ્પ લાઇન તથા વેટનરી હોસ્પિટલ, એસ.પી.સી.એ. અને જિલ્લા પંચાયત પશુ-પાલન શાખા દ્વારા પશુ-પક્ષીઓ માટેના મેગા, નિઃશુલ્ક સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ, ચર્મ ચિકિત્સા-દંત ચિકિત્સા તેમજ આંખના રોગોના સારવાર કેમ્પ અને શ્વાનોને વિના મુલ્યે હડકવાનું રસીકરણ કૃમિનાશક તેમજ અન્ય સારવારના કેમ્પનું આયોજન 'વર્લ્ડ ઝનોસીસ ડે' નીમીતે સદર પશુ દવાખાનું રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતુંઙ્ગ આ મેગા કેમ્પમાં જિલ્લા પંચાયત પશુપાલન શાખાના વરિષ્ઠ ડોકટર્સ ડો. વઘાસીયા, ડો. કાકડીયા, ડો. જાકાસણીયા, તેમજ એનીમલ હેલ્પ લાઇનના ડો. અરવિંદ ગડારા, ડો વિનોદ શર્મા તેમજ પંચનાથ એનીમલ એલ્પ હોસ્પિટલના ડોકટર્સની ટીમે સેવા આપી હતી. જનરલ હેલ્થ ચેકઅપ (ફુલ બોડી)  શ્વાનોને વિના મૂલ્યેહડકવા વિરોધી રસીકરણ, આંખના-દાંતના-ચામડીના રોગોની તેમજ સર્વ રોગોનું નિદાન સારવાર કરી આપવામાં આવી હતી. સર્વરોગની જનરલ સારવાર, મેજર ઓપરેશન ઉપરાંત અન્ય સારવાર પણ કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૧૯ જેટલા શ્વાનો,૩ પક્ષીઓ, ર બકરી,ર બિલાડી સહિતના ૧૨૫ જેટલા અબોલ જીવોની ઘનિષ્ઠ સારવાર, રસીકરણ કરાયા હતા. જીવદયાના આ મેગા કેમ્પનું દિપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વીનભાઇ મોલીયા, એડીશ્નલ કલેકટર હર્ષદભાઇ વોરા, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઇ શેઠ, ઇશ્વરભાઇ દોશીઘ પંચનાથ મંદિર તેમજ હોસ્પીટલના દેવાંગભાઇ માંકડ, એસ.પી.સી.એ. ના  જયેશભાઇ ઉપાધ્યાય, મયુરભાઇ શાહ, રાજેન્દ્રભાઇ શાહ, ઉપેનભાઇ મોદી, જીતુભાઇ વસા, સેતુરભાઇ મહેતા, તંદ્રેશભાઇ પટેલ, શૈલેષભાઇ જાની,, ડો. માધવ દવે, કેેતનભાઇ બોરીસાગર, જગદીશભાઇ ભીમાણી, વિજયભાઇ ડોબરીયા, રાજુભાઇ શાહ, (સમસ્ત મહાજન), હિરેનભાઇ કોટક, નિરવ અજમેરા, અમનભાઇ કોટક, નટવરસિંહ ચોૈહાણ, નૈષધભાઇ વોરા, ભાસ્કરભાઇ પારેખ, હેડવોકેટ નિલેશભાઇ દોશી, પ્રતિક શાહ, અમીત દેસાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન ઘનશ્યામભાઇ ઠક્કર,જયેશઉપાધ્યાય આભારવિધી ચંદ્રકાંતભાઇ શેઠે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતલ દેતાણીએ કર્યુ હતું આ પ્રસંગે મેયરશ્રી બીનાબેન  તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇને રાજકોટના તમામ અગીચાઓમાં નાની સાઇઝના પોર્ટેબલ ચબુતરા મુકવાની રજુઆત સંસ્થા દ્વારા કરાતા તેમના દ્વારા હકારાત્મક પ્રતિભાવ અપાયો હતો. સમગ્ર કેમ્પને સફળ બનાવવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પ લાઇનનામિતલ ખેતાણી,ઘનશ્યામભાઇ ઠક્કર, ધીરૂભાઇ કાનાબાર, પ્રતિક સંઘાણી, રમેશભાઇ ઠકકર, રજનીભાઇ પટેલ, એડવોકેટ કમલેશ શાહ, વિષ્પુંભાઇ ભરાડ સહિતનાની ટીમે નહેમત ઉઠાવી હતી

(3:24 pm IST)