Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

૨૦૧૨ અને ૨૦૧૫માં આવા યજ્ઞથી ભરપુર મેઘકૃપા થઇ હતી : અમૃતલાલ

રાજકોટ તા. ૭ : આમ તો ફાયનાન્સ વ્યવસાય સાથે સંકળાયેલા અને આર્ય સમાજી એવા અમૃતલાલ પરમારે જણાવ્યુ છે કે વરૂણદેવને રીઝવવા અમે છેલ્લા પાંચેક વર્ષથી આ પ્રકારના યજ્ઞો કરી રહ્યા છીએ. વૃષ્ટિ વિજ્ઞાનના આધારે આવા યજ્ઞથી વાયુદેવ ૨૦૦ થી ૨૫૦ કિ.મી. ના એરીયામાં આવેલ દરીયામાંથી પાણી ઉપાડીને યજ્ઞ સ્થળ સુધીના પટ્ટામાં વરસાવે છે. અમારા અનુભવ પ્રમાણે ૨૦૧૨ માં આવો યજ્ઞ કરતા દ્વારકાથી રાજકોટ સુધી પુકષ્ળ વર્ષાદ પડયો હતો. એટલે એ સમયે દ્વારકાના દરીયામાંથી પાણી ઉપડયુ તેમ માની શકાય. એજ રીતે ર૦૧૫ માં કરેલ યજ્ઞથી રાજકોટથી સોમનાથ સુધીની પટ્ટીમાં સારો વરસાદ થયેલ. એટલે તે  સમયે સોમનાથના દરીયામાંથી પાણી ઉપડયુ એમ માની શકાય તેવુ વૃષ્ટિ વિજ્ઞાનના આધારે અમૃતલાલ પોપટલાલ પરમાર (મો.૯૨૨૭૬ ૦૦૨૭૦) ની યાદીમાં જણાવાયુ છે.

(12:42 pm IST)