Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજકોટમાં 18 થી 44 વર્ષના લોકો માટે કોવેક્સીન વેક્સીનનો બીજો ડોઝ આપવાની વ્યવસ્થા કરતું મ.ન.પા. તંત્ર

પાંચ સ્થળોએ ખાસ આયોજન: મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર સ્લોટનું બુકીંગ ફરજીયાત કરવાનું રહેશે

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા ૧૮ થી ૪૪ વર્ષના નાગરિકો કે જેમણે કોવેક્સીન વેકસીનનો પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ થઇ જતા હોય તેવા લોકો આવતીકાલ તા. 8 જુનથી કોવેક્સીન વેક્સીનનો બીજા ડોઝ લઈ શકશે. જેના માટે www.cowin.gov.in પરથી કોવેક્સીન વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે સ્લોટ બુક કરાવવાનો રહેશે. કોવેક્સીન વેક્સીન માટે શહેરમાં અલગ અલગ પાંચ સ્થળએ વ્યવસ્થા કરવામાં આવી છે.

(7:53 pm IST)