Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પુરવઠાની તમામ ચારેય ઝોનલ કચેરી શરૂ

આજથી રેશનીંગ કાર્ડની કામગીરી થઇ શકશેઃ દક્ષિણમાં વાજા નિવૃત થતા મોરીને ચાર્જ સોંપાયો

રાજકોટ તા. ૭ :.. રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રની રેશનીંગ કાર્ડની કામગીરી કરતી તમામ ચારેય ઝોનલ કચેરીઓ આજથી પુનઃ ધમધમતી થઇ છે, કોરોનાના કેસો વધતા ૧ાા મહિનાથી કચેરીઓ બંધ કરાઇ હતી, જે અંગે ડીએસઓની પૂજા બાવડાએ કલેકટરની સંમતિ માંગતા કલેકટરે સોમવારથી ઝોનલ કચેરીઓ શરૂ કરવા કહયું હતું, તે મુજબ હવે ચારેય ઝોનલ  કચેરી શરૂ થઇ છે.

પૂર્વ વિસ્તારની કચેરી જૂની કલેકટર કચેરી ખાતે પશ્ચિમ વિભાગની કચેરી કાલાવાડ રોડ પશ્ચિમ મામલતદાર કચેરીમાં અને દક્ષિણ વિભાગની બે ઝોનલ કચેરી પીડીએમ પાસે આવેલ મામલતદાર કચેરીની બાજુમાં આજથી શરૂ થઇ છે, ઝોન ૪ ના નાયબ મામલતદાર અને ઝોનલ અધિકારી શ્રી વાજા રિટાયર્ડ થતા તેમનો ચાર્જ પુરવઠા ઇન્સ્પેકટરશ્રી મોરીને આજથી સોંપાયો છે.

(5:26 pm IST)