Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજકોટમાં વેકસીનેશન ૫૦ ટકા ઘટી ગયું !

૧૮થી ૪૪ વર્ષના વય જુથને રસી આપવાનું શરૂ થયુ ત્યારે રોજના ૧૮ થી ૨૦ હજારને રસીકરણ થતુઃ છેલ્લા ૬ દિવસથી રોજ ૮ થી ૯ હજારને જ વેકસીનેશન થઈ રહ્યુ છેઃ જાન્યુઆરીથી આજ સુધીમાં કુલ ૭ લાખ ડોઝ અપાયા

મ.ન.પા.ની કચેરીઓ ધમધમીઃ સરકારી કચેરીમાં ૧૦૦ ટકા કર્મચારીઓને ફરજની છુટ અપાતા મ.ન.પા.ની કચેરીઓ કર્મચારીઓની હાજરીથી ધમધમી હતી. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૭ :. વર્તમાન સ્થિતિમાં રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેમા રસીકરણ અભિયાનનો મોટો ફાળો છે. શરૂઆતમાં વેકસીન માટે નાગરીકોમાં જબરી જાગૃતતા હતી પરંતુ છેલ્લા છ દિવસથી વેકસીન મુકવાની સંખ્યામાં રાજકોટમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

મ.ન.પા.માં સત્તાવાર નોંધાયેલ આંકડાઓ મુજબ થોડા દિવસો અગાઉ જ્યારે ૧૮ થી ૪૪મા વયજુથમાં વેકસીનેશન શરૂ થયુ ત્યારે રોજના ૧૮ થી ૨૦ હજારને વેકસીન અપાતી પરંતુ છેલ્લા ૬ દિવસમાં પર હજારનું જ વેકસીનેશન થયુ એટલે કે રોજના ૮ થી ૯ હજાર લોકોેએ જ વેકસીન મુકાવી. આમ આ સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અન્વેય રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં ૧૮ વર્ષથી ઉપરનાં   ૫,૮૨,૪૮૮ નાગરીકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જયારે ૧,૨૬,૪૩૪ લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે.

આ અંગે આરોગ્ય વિભાગમાં નોંધાયેેલ આંકડાકીય વિગતો ઉપર એક નજર કરીએ તો આજ દિન સુધીમાં ૧૭,૪૬૬ હેલ્થ વર્કરોએ પ્રથમ ડોઝ, ૨૯,૭૦૬ ફ્રન્ટલાઇન વર્કરોએ પ્રથમ ડોઝ તથા ૧૪,૯૧૦ હેલ્થ વર્કરોએ બીજો  ડોઝ, ૧૨,૯૪૬  ફ્રન્ટલાઇન વર્કરોએ બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરનાં ૧,૦૯,૫૯૪ નાગરીકોએ પ્રથમ ડોઝ, ૪૫ થી ૫૯ વર્ષ સુધીનાં ૧,૨૯,૫૬૯ લોકોએ પ્રથમ ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરનાં ૫૪,૨૬૮નાગરીકોએ બીજો ડોઝ, ૪૫ થી ૫૯ વર્ષ સુધીનાં બિમારી ધરાવનાર ૪૪,૩૧૦ લોકોએ બીજો ડોઝ, આજ દિન સુધીમાં અંદાજીત  ૨,૯૬,૧૫૩ હજાર યુવાઓએ વેકસીનનો પ્રથમ ડોઝ સહિત   કુલ ૫,૮૨,૪૮૮  ડોઝ આપવામાં આવ્યા છે.

(5:22 pm IST)