Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વોર્ડ નં. ૪ માં બ્લડ ડોનેશન કેમ્પ

 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સુશાસનના સાત વર્ષ પુર્ણ થયા તે અંતર્ગત શહરે ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ 'સેવા હી સંગઠન' શીર્ષક હેઠળ શહેર ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે વોર્ડ નં. ૪ માં યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાની આગેવાનીમાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં શહેર ભાજપ, મહામંત્રી કિશોર રાઠોડ, ઉપપ્રમુખ અશોક લુણાગરીયા, સી. ટી. પટેલ, કાનાભાઇ ઉધરેજા, દિનેશ ચૌહાણ, રસીકભાઇ પટેલ, રવી ગોહેલ, કાળુભાઇ કુંગશીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, અશ્વીન મોલીયા, મનીષાબેન પટેલ, રાજેશ્રીબેન માલવીયા, મહેશ મીયાણા, રામદેવભાઇ જેસાણીયા, ભરત લંબાશીયા, હીતેશ મઠીયા, અજય લોખીલ, દિલીપભાઇ બોરીચા, ચંદુભાઇ ભંડેરી, હિતેશ ગોહેલ, અશ્વીન ગરસોડીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(5:17 pm IST)