Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

'' કોર્ટ ખુલે છે ભાઇ'' વકીલોનો ઉત્સાહ વધારવા એડવોકેટ કરણ ગઢવીની કવિતા

રાજકોટ તા. ૭ : રાજકોટમાં ગોંડલીયા એસોસીયેટના જયેન્દ્ર એચ.ગોંડલીયા સાથે ક્રિમીનલ અને સિવીલ તથા કેલેઇમની પ્રેકટીસ કરતા વકીલ કરણ ડી. કારીયા (ગઢવી) એ હાઇકોર્ટને સંલગ્ન કોર્ટો આજરોજથી શરૂ કરવાના નિર્ણયને વધાવતા તેમજ રાજકોટ બારના સીનીયર તેમજ જુનીયર વકીલ મીત્રોને ઉત્સાહ તેમજ પ્રોત્સાહન માટે ''કોર્ટ ખુલે છે ભાઇ'' તરીકે કવિતાની રચના કરેલ જે કવિતાના શબ્દો નીચે મુજબ છે.

એ ભાઇ જીવમાં જીવ આવ્યો ભાઇ...

કાલે કોર્ટ ખુલે છે.ભાઇ...

કાળો કોર્ટ અને ગળે ટાઇ હાથમાં કેસની ફાઇલ...

કાલેકોર્ટ ખુલે છે ભાઇ...

સીનીયર, જુનીયર વકીલ મીત્રોનો થશે મેળાવડો...

કાલે કોર્ટ ખુલે છે ભાઇ...

ફોનની ઘંટડી, બેલીફના પુકાર કાને ગુંજશે એનો અવાજ...

કાલે કોર્ટ ખુલે છે ભાઇ...

હવે ચેમ્બરમાં બેસીને કરશે અમે પણ કેશનો અભ્યાસ...

કાલે કોર્ટ ખુલે છે. ભાઇ...

રેવાની ચા ને બાપાના ઘુઘરા જોશે આપણી રાહ...

કાલે કોર્ટ ખુલે છે ભાઇ...

સાત માળની ભાગ દોડમાં રીપોર્ટની હશે મારામારી...

કાલે કોર્ટ ખુલે છે ભાઇ...

ડી.જે. સાહેબની કોર્ટમાં હશે વકીલોનો ભરાવો...

કાલે કોર્ટ ખુલે ભાઇ...

ફેમીલી કોર્ટમાં બોલશે પોકારની રમઝટ...

કાલે કોર્ટ ખુલે છે ભાઇ...

ચીફ સાહેબનું બોર્ડ મોટુને વારો નહી આવે કેશનો...

કાલે કોર્ટખુલે છે ભાઇ...

જે.એમ.એફ.સી. સાહેબની કોર્ટમાં પહોંચવું પડશે વહેલું...

કાલે કોર્ટ ખુલે છે ભાઇ...

કહે ''કરણ'' રાખીશું પોકેટમાં સેનેટાઇઝર, મોઢે રાખશું માસ્ક...

બે ફુટનું અંતર રાખીને કરીશું કાલે કામ...

કાલે કોર્ટ ખુલે છે ભાઇ...

આ કવિતાનું રાજકોટ બારના તમામ સીનીયર તેમજ જુનીયર વકીલો મીત્રોએ વધાવી લીધેલ.(૬.૨૫)

કરણ કારીયા (ગઢવી)

એડવોકેટ

(5:16 pm IST)