Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ધો. ૧રના વિદ્યાર્થીઓ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અભ્યાસ અંગે કાલે ઓનલાઇન સેમીનાર

રાજકોટ, તા. ૭ :  તાજેતરમાં ધો. ૧રની પરીક્ષા વિષે નિર્ણય આવતા હવે કોમર્સમાં આગળ કઇ રીતે સારી કારકિર્દી બનાવવી તે વિષે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડીયા દ્વારા કાલે તા. ૮ ના મંગળવારે સાંજે ૬ વાગ્યે સેમીનાર ઓનલાઇન યોજેલ છે.

આ સેમિનારમાં રાજકોટ ICAIના ચેરમેન CAે હાર્દિક વ્યાસ CAેના ઇન્સ્ટિટયુટ તેમજ અભ્યાસક્રમ વિષે માહિતી આપશે, અનુભવી CA સંજય લાખાણી CAેના વર્ગો, તાલીમ અને પરીક્ષાને લગતી માહિતી આપશે. CAે રૈવત શાહ કે જેઓ રાષ્ટ્રીય કક્ષાએ ક્રમાંક ધરાવે છે. તેઓ પરીક્ષાની તૈયારી કેમ કરવી તેના વિષે માર્ગદર્શન આપશે તેમજ CA કલ્પેશ પારેખ કે જેઓ રાષ્ટ્રીય કક્ષાએ સારા ક્રમાંકે ઉતીર્ણ થઇને હાલમાં રાજકોટમાં CA તરીકે વ્યવસાય કરે છે તેઓ CAની કારર્કિદીમાં રહેતી ઉજજ્વળ તકો વિષે માહિતી આપશે. આ સેમિનારના અંતે CA વિશેષ તમામ મુંજવતા પ્રશ્નો વિષે માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારના જોડાવા માટે સીએ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને તથા તેમના વાલીઓને અપીલ કરવામાં આવેલ છે. આ સેમિનારમાં જોડાવા માટે લિન્ક https://tinyurl.com/CAGuidance છે. વધુ માહિતી માટે ૦ર૮૧-રપ૮ર૪૧૧/૧ર/૧૩ તેમજ ૯૪૦૯૭ ૭૧૮૮પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(5:13 pm IST)