Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

દશાશ્રીમાળી હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.જયોતિ પરમાર અને ડો.શાહના જીંદાણીની સેવા

૨૪ કલાક ઈમરજન્સી, એ.સી.વોર્ડ, આધુનિક ઓપરેશનની પણ સુવિધા

રાજકોટ,તા.૫: અહિંના કોઠારીયા નાકા ખાતે આવેલ રાજકોટ દશાશ્રીમાળી વણીક મહાજન ટ્રસ્ટ સંચાલીત દશાશ્રીમાળી હોસ્પિટલ ખાતે ૫૯ વર્ષથી સ્વાસ્થ્ય અને આરોગ્ય ક્ષેત્રે રાહતદરે સારવાર આપવામાં આવે છે.

દશાશ્રીમાળી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.જયોતી પરમાર એમ.એસ.(ગાયનેક) અને ડો.શાહના જીંદાણી એમ.એસ. (ગાયનેક)ની ફુલટાઈમ સેવાઓ ઉપલબ્ધ છે. ગાયનેક વિભાગમાં અત્યંત રાહત દરેથી તમામ પ્રકારની સોનોગ્રાફી, ગર્ભાશયની કોથળી અને અંડાશયની સોનોગ્રાફી, વ્યંધત્વ સારવારની વિગેરે તમામ પ્રકારની સોનોગ્રાફી રાહતના દરેથી કરવામાં આવે છે.

આ વિભાગમાં અત્યંત આધુનિક ઓપરેશન થીયેટરની સુવીધા પણ ઉપલબ્ધ છે. અહીં ગાયનેક વિભાગમાં જનરલ વોર્ડ, સ્પેશ્યલ વોર્ડ તેમજ એ.સી. વોર્ડની સુવીધા પણ ઉપલબ્ધ છે. ઉપરોકત બંન્ને ડોકટરોની સેવા ૨૪ કલાક તેમજ ઈમરજન્સીમાં મળી રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે ફોન- ૦૨૮૧-૨૨૨૩૯૬૩ / ૨૨૩૩૭૪૬ ઉપર સંપર્ક કરી શકાય છે.

(5:29 pm IST)