Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રૂડાનગર-૩માં ધડાકા સાથે વિજળી પડતાં મકાનમાં નુકસાનઃ કેટલાક ઘરના વિજ ઉપકરણો બળી ગયા

રાજકોટઃ રૂડાનગર-૩માં રવિવારે રાતે સવા નવેક વાગ્યે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થવાની સાથે વિજળી પડતાં અનેક ઘરના વિજ ઉપકરણો બળી ગયા હતાં. જેમાં જીતેન્દ્રભાઇ છગનભાઇ ચાવડા (દરજી)ના મકાનની પારાપેટમાં તથા ઇલેકટ્રીક ઉપકરણોમાં નુકસાન થયું હતું. આ ઉપરાંત આજુબાજુના કેટલાક ઘરના વિજ ઉપકરણો પણ બળી ગયા હતાં. તેમ જીતેન્દ્રભાઇ ચાવડાએ જણાવ્યું હતું. વિજળી પડતાં મોટો ધડાકો થતાં લોકોમાં ભય ફેલાઇ ગયાનું પણ તેમણે કહ્યું હતું.

(5:10 pm IST)