Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજકોટના સરકારી વકીલો દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટમાં વૃક્ષારોપણ કરાયું

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે...

રાજકોટ તા. ૭ : પર્યાવરણ એક એવો શબ્દ છે, જેની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે આપણે જાણીએ છીએ કે જીવન માટે પર્યાવરણની જાળવણી પણ એટલી જ અગત્યની છે.

દર વર્ષે પ જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે આવે છે અને તેનુ મહત્ત્વ સમજાવવામાં આવે છે.

છેલ્લા એક વર્ષથી વધુ સમયથી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ છે અને આ દરમિયાન પ્લાસ્ટિક કચરાની સમસ્યા પણ પર્યાવરણ માટે એક મોટું કારણ બની છે.આ વૈશ્વિક સમસ્યાને પણ લોકો એક જાગૃતિના રૂપમાં જુએ છે અને વર્તમાન સમયમાં સોશિયલ મીડીયામાં પણ તેની ચર્ચા થાય છે. ત્યારે આજે વિશ્વપર્યાવરણ દિવસની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા સરકારી વકિલ સંજયભાઇ કે.વોરા, અનિલભાઇ ગોગીયા, મુકેશભાઇ પીપળીયા, પ્રશાંતભાઇ પટેલ, ઓબીદભાઇ સોસન, એપીપી સમીરભાઇ ખીરા અને એડવોકેટ હિતેશભાઇ દવે સહિતના વકીલો વૃક્ષારોપણ કરી વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

(5:09 pm IST)