Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મ.ન.પા.ના ફર્નીચરવાળા ફલેટ અને 'રૂડા'ની આવાસ યોજના સહિત ૧૭૫૮ ફલેટનો ડ્રો સંપન્ન

'રૂડા'ના ૬૧૪ ફલેટ માટે ૩૮૬૨ ફોર્મ ભરાયેલ - તેમાંથી ૩૪૨૩ માન્ય રહેતા તેના ડ્રોમાં ૬૧૪ને ફલેટ મળ્યા : મ.ન.પા.ની રૈયાધાર ખાતેની ફર્નીચર સાથેના ફલેટ માટે ૨૩ હજાર ફોર્મ ઉપડયા હતા : ૧૨૫૦૦ ફોર્મ ભરાયેલ જેમાંથી ૪૧૪૮ માન્ય રહેતા તેના ડ્રોમાં ૧૧૪૪ ભાગ્યશાળીઓને ફલેટ મળ્યા

રાજકોટ તા. ૭ : મ.ન.પા. અને રૂડાની આવાસ યોજનાઓના કુલ ૧૭૫૮ ફલેટોનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મુખ્યમંત્રીના હસ્તે યોજાઇ ગયો.

રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજીત રૂ. ૬૭.૬૩ કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ પ્રકારના આવાસો માટે રાજય સરકારશ્રી તથા કેન્દ્ર સરકારશ્રી તરફથી મળેલ મંજુરી અનુસારના નિર્માણાધીન કુલ ૨૫૬૬ આવાસો પૈકી તારીખ ૩૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ યોજેલ ઈ- કોમ્પ્યુટરાઈઝડ ડ્રો મારફત કુલ ૨૧૭૬ આવાસોની ફાળવણી કરવામાં આવેલ હતી. તે પૈકી ડ્રોમાં ખાલી રહેલ આવાસો તથા ડ્રો બાદ અરજદાર દ્વારા રદ કરેલ આવાસો પૈકીના હાલ કુલ ખાલી ૭૨૨ આવાસોની ફાળવણી માટે અરજીઓ મેળવવાની કામગીરી રાજકોટ શહેરની નામાંકિત ૩ બેંકોની રાજકોટ શહેરની તમામ ૩૮ શાખાઓ તથા રૂડા કચેરી મારફત માહે ડીસેમ્બર ૨૦૨૦ - જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલ હતી. ઉપરાંત લોકોની સુવિધાના ભાગ રૂપે ઓનલાઈન ફોર્મ ભરવા તથા ઓનલાઈન ડોકયુમેન્ટ અપલોડ કરવાની સુવિધા સાથે રૂડા કચેરીની વેબ સાઈટ મારફત અરજીઓ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ હતી.

ઉકત કામગીરી દરમિયાન નીચે મુજબના કુલ ૩૮૬૨ ફોર્મ ભરીને પરત આવેલ તથા ફોર્મ ચકાસણી બાદ દસ્તાવેજોના આધારે ફોર્મ માન્ય રહેલ ૩૪૨૩  ફોર્મનો ડ્રો યોજાતા ૬૧૪ લોકોને ફલેટ લાગ્યા હતા.

જ્યારે રૈયાધાર ખાતે નિર્માણ થયેલા લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળના ૧૧૪૪ ફલેટનો ડ્રો યોજાયેલ જેના માટે ૨૩ હજાર ફોર્મ ઉપડયા હતા અને ૧૨૫૦૦ ફોર્મ ભરાઇને પરત આવેલ. જેમાંથી ૪૧૪૮ ફોર્મ માન્ય રહેતા તેનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થયેલ અને તે પૈકી ૧૧૪૪ ભાગ્યશાળીઓને આ ફર્નીચર સાથેના ફલેટ મળ્યા હતા.

(3:20 pm IST)