Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

યુવા ભાજપના પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળાનું સન્માન

શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ તથા ગાંધીગ્રામ ક્ષત્રિય સમાજ દ્વારા

રાજકોટઃ શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ તથા ગાંધીગ્રામ ક્ષત્રિય સમાજ દ્વારા શહેર યુવા ભાજપના પ્રમુખપદે નિયુકત થયેલ વોર્ડ નં. ર ના ભાજપના યુવા આગેવાન પૃથ્વીરાજસિંહ વાળાનું ગઇકાલે ગાંધીગ્રામ આશાપુરા મંદિર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ઇન્દુભા જાડેજા (પડાણા), ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાડેજા (તાળી સણોસરા), એડવોકેટ-પત્રકાર રાજભા ઝાલા (ગુંદાળા), દેવેન્દ્રસિંહ ઝાલા (ઇંગોરાળા), પ્રવિણસિંહ જાડેજા (નેકનામ), મહાવીરસિંહ જાડેજા (મોટા મૌવા), યુવરાજસિંહ ચુડાસમા (અણીયારી), જયરાજસિંહ જાડેજા (હડમતીયા), (મહામંત્રી વોર્ડ નં. ૧ ભાજપ), જયદીપસિંહ જાડેજા (ભાજપ આગેવાન વોર્ડ નં. ૧), મહિપતસિંહ જાડેજા (તાળી સણોસરા), રાજભા જાડેજા (ખાખરાબેલા), રામદેવસિંહ જાડેજા (ખાખરાબેલા), ડો. અશોકસિંહ જાડેજા (પીપર) (વોર્ડ નં. ૧ ભાજપ અગ્રણી), અરવિંદસિંહ સરવૈયા (પસવી), તેજુભા જાડેજા (હડમતીયા) તથા શૈલેન્દ્રસિંહ જાડેજા (ખાખરા બેલા) સહિતના આગેવાનો દ્વારા નવનિયુકત યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની તસ્વીર. ઇન્સેટ તસ્વીરમાં પૃથ્વીરાજસિંહ વાળા નજરે પડે છે.

(3:04 pm IST)