Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સિવીલમાં તાવથી ધગધગતા ૧૦ વર્ષના બાળકને સિકયુરીટીએ મારતા દેકારોઃ વાલી કલેકટરમાં દોડી આવ્યા

એડી. કલેકટરે સિવીલના ડો. બુચને સુચના આપીઃ વાલીને બાળક સાથે મોકલ્યા...

રાજકોટ તા. ૭: સિવીલ હોસ્પીટલમાં આજે બનેલી એક ઘટનાએ એડી. કલેકટરને ચોંકાવી દીધા હતા. આજે પોતાના ૮ થી ૧૦ વર્ષના બાળક સાથે દોડી આવેલ મયુરભાઇ વીંડાએ એડી. કલેકટરને રજુઆતમાં એવું જણાવ્યું હતું કે પોતાના બાળક જયને ૪ દિ'થી તાવ આવે છે, આજે હું સિવીલમાં બાળક સાથે દવા માટે ગયેલ ત્યારે જયાં જવાનું હોય ત્યાં જવાને બદલે અન્ય ડીપાર્ટમેન્ટ સુધી જતા ૮ થી ૧૦ સિકયુરીટીના માણસો દોડી આવેલ અને પોતાને ઘેરી લઇ જેમ ફાવે તેમ બોલી પોતાને અને બાળકને માર માર્યો હતો, પોતાના બાળક જયને હાથમાં લાગી પણ ગયું છે, પત્રકારોની હાજરીમાં આવી રજૂઆતો કરતા એડી. કલેકટર ચોંકી ઉઠયા હતા, અને વિગતો જાણ્યા બાદ એડી. કલેકટરે સિવીલના ડો. બુચને સુચના આપી હતી અને વાલીને તેમના બાળક સાથે સિવીલની ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે મોકલ્યા હતા. સિવીલમાં આ બનેલ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે, એડી. કલેકટર પોતે આ બાબતે તપાસ કરી રહ્યા છે.

(2:59 pm IST)