Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સસરા કહેતા 'તું જોતી જ નથી મારા દીકરાને બીજી સાત કરાવી દઇશ...' મીનાબેનને પતિ-સાસરિયાનો ત્રાસ

શ્રીનાથજી સોસાયટીમાં માવતર ધરાવતી મહિલાની ફરિયાદઃ પતિ મયુર, સાસુ મનુબેન, સસરા મોહનભાઇ, દિયર મિલન સામે ગુનો

રાજકોટ તા. ૭: મવડી રોડ શ્રીનાથજી સોસાયટીમાં માવતર સાથે રહેતી પરિણીતાને મવડી ચોકડી ક્રિષ્ના પાર્કમાં રહેતા પતિ, સાસુ, સસરા અને દીયર ઘરકામ તથા નાની નાની બાબતે ઝઘડો કરી માર મારી શારીરીક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડી રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૧ માં રહેતા મીનાબેન મયુરભાઇ માલા (ઉ.વ. ર૬) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક શેરી નં. ૮ માં રહેતા પતિ મયુર મોહનભાઇ માલા, સાસુ મનુબેન મોહનભાઇ માલા, સસરા મોહનભાઇ ખીમાભાઇ માલા અને દિયર મિલન મોહનભાઇ માલાના નામ આપ્યા છે. મીનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના અઢી વર્ષ પહેલા ક્રિષ્તના પાર્ક શેરી નં. ૮ માં રહેતા મયુર મોહનભાઇ માલા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ, પત્નિ તથા સાસુ સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્નના ત્રણ મહિના સુધી સારી રીતે રાખેલ બાદ સાસુ પોતાને 'તને ઘરકામ આવડતું નથી' મેણાટોણા મારી પતિને ચઢામણી કરતા પતિ મારમારતો હતો. લગ્ન બાદ બે મહિના બાદ પોતે માવતરના ઘરેથી એકટીવા સાસરે લઇ આવેલ જેનું ડાઉનપેમેન્ટ પોતે ભરેલ હોઇ અને હપ્તો ભરવાનો હોઇ જેથી તે વાત પતિ સાથે ચર્ચા કરી પતિને હપ્તા ભરવાનું કહેતા તેણે હા પાડતા પોતે માવતરેથી એકટીવા લઇ આવેલ બાદ પતિએ હપ્તા ભરેલ નહિં જેથી તે બાબતે પતિ અને સાસુએ પોતાની સાથે ઝઘડો કર્યો હતો. જેથી પોતે એકટીવા માવતરના ઘરે લઇ ગયા હતા અને પંદર-વિસ દિવસ રીસામણે રહ્યા તે દરમ્યાન પોતાના મોટા સસરાની દીકરી ભાગી જતા મોટા સાસુએ પોતાને સમાધાન માટે ફોન કરેલ જેથી વડીલો મારફતે સમાધાન થતા પતિ તેડી ગયો હતો અને ઉપરના માળે અલગ રહેવા લાગેલ અને સાસુ એકટીવા બાબતે અવાર નવાર સંતાવતા હતા. પોતાને બહાર નિકળવા દેતા ન હતા. દિયરે પણ દારૂ પી ને આવી મારકુટ કરી હતી. પોતાને શાકભાજી કે દૂધ લેવા પણ જવા દેતા નહીં જેથી પોતે બે દિવસ ભુખ્યા રહ્યા હતા અને આ બાબતે સાસુએ સસરાને ચઢામણી કરતા સસરા દારૂ પીને ઉપર આવી પોતાને મારવા દોડેલ અને ગાળો આપી કહેલ કે, 'તું જોતી જ નથી મારા દીકરાને હું આવી સાત કરાવી દઇશ' તેમ કહી પતિને કહેલ કે આને તેના બાપના ઘરે અત્યારે જ મુકી આવ જેથી પતિએ બહેનને ફોન કરી પોતાને મુકી ગયેલ બાદ પોતે છ મહિના રીસામણે રહેલ બાદ વડીલો દ્વારા સમાધાન કરી પરત સાસરે આવી ગયા હતા. ત્યારે પતિએ કહેલ કે, 'હું મારા બાપના કહેવાથી લઇ આવેલ છું બાકી મારે તું જોતી નથી અને મારી સાથે પતિ તરીકેના કોઇ સંબંધ રાખેલા નહિં ત્રણ મહિના રહ્યા ત્યારે પતિએ અવાર નવાર મારકુટ કરેલ બાદ તા. ર૦/૪ના રોજ પતિ પોતાને માવતરે મુકી ગયો હતો બાદ તા. રર/૪ના રોજ પોતે મોટા બહેન-બનેવી સાથે સાસરે ગયેલ ત્યારે સાસુએ કહેલ કે 'તારા બાપને રોટલા દેવાની ત્રેવડ નથી તો આવતી રહી' તેવા મેણા ટોણા મારવા લાગેલ સાસુને સમજાવવા જતા સાસુએ પતિ અને દિયરને બોલાવી ઝઘડો કર્યો હતો. બાદ પતિ અને દિયરે માર મારતા પોતે ભાગીને રૂમમાં જતા રહ્યા હતા. બાદ મોટા બહેને જાણ કરતા ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ગાડી આવેલ અને પોતાને મહિલા પોલીસ મથકમાં લઇ ગયા બાદ પોતે પતિ, સાસુ, સસરા અને દિયર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ. પી. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(2:57 pm IST)