Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

લક્ષ્મીનગરમાંથી પીયુષ અને તોશીફ દારૂના પ૪ પાઉચ સાથે પકડાયા

રાજકોટઃ શહેરના લક્ષ્મીનગરમાં એક શખ્સ દારૂ લઇને ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા લક્ષ્મીનગર શેરી નં. ૭ માંથી રૂ. ૩૦૦૦ની કિંમતના દારૂના ૩૦ પાઉચ સાથે પીયુષ અરજણભાઇ વાળા (ઉ.વ. ૩૮) (રહે. લક્ષ્મીનગર શેરી નં. ૭) ને અને લક્ષ્મીનગર શેરી નં. ૪ માંથી તોશીફ હનીફભાઇ પઠાણ (ઉ.વ. ૩ર) (રહે. લક્ષ્મીનગર શેરી-૪) ને રૂ. ર૪૦૦/- ના દારૂના ર૪ પાઉચ સાથે પકડી લીધો હતો. આ કામગીરી માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી. કે. ઝાલા હેડ કોન્સ. મસરીભાઇ, દિગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, રોહીતભાઇ, હિતેષભાઇએ કરી હતી.

(2:56 pm IST)