Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પ્રિમોન્સુન વરસાદના વિસ્તારો ક્રમશઃ વધતા જશેઃ અસહ્ય બફારા વચ્ચે વાદળો છવાયેલા રહેશે

દક્ષિણ, પશ્ચિમ ચોમાસુ કર્ણાટકથી કવર કરી દક્ષિણ-મહારાષ્ટ્ર સુધી પહોંચ્યુ રાજકોટમાં રાતે અડધી કલાકમાં ૧ ઇંચ

રાજકોટ તા. ૭ : દક્ષિણ,પશ્ચિમ ચોમાસાના સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે. મોનસુન ગોવાના પાદરથી આગળ વધી કર્ણાટકના ભાગો કવર કરી દક્ષિણ - મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે દરમિયાન હાલ રાજકોટ સહિત  સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ખાસ કરીને  બપોર બાદ મેઘરાજા વરસી રહ્યા છે રાજકોટ શહેરમાં પણ ગઇકાલે સતત બીજા દિવસે પણ મેઘરાજાએ જમાવટ કરી હતી શહેરમાં ૧ ઇંચ પાણી પડયું હતું.

રાજકોટ શહેરમાં ગત શનિવારની જેમ ગઇકાલે રવિવારે દિવસ દરમ્યાન છવાયેલા વાદળો વચ્ચે તાપનો અનુભવ થતો હતો. ગરમી સાથે અસહ્ય બફારો પ્રર્વતતો હતો. દરમિયાન ગઇરાતે પણ રાત્રીના ૯ આસપાસ એકાએક ઠંડા પવન ફુંકાવવા લાગ્યા હતા. થોડીવારમાં તો દેધનાધન શરૂ થઇ ગયો હતો. વિજળીના કડાકા-ભડાકા સાથેજોરદાર ચાલુ થઇ ગયો હતો.

થોડીવારમાં તો રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ગરમ, બફારાથી ત્રસ્ત શહેરીજનોને રાહત મળી હતી આશરે અડધી કલાક એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન ખાતામાં એક ઇંચ નોંધાયો છે.

દરમિયાન હવામાન ખાતાના સુત્રો જણાવે છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પ્રિમોનસુન એકટીવીટીનો વરસાદ પડી રહ્યો છે હવે આગામી દિવસોમા઼ વિસ્તારો અને વરસાદની માત્રામાં પણ વધારો જોવા મળશે. અવાર-નવાર વાદળો છવાશે.

કોર્પોરેશનમાં નોંધાયેલ વરસાદના આંકડા

                    ર૪ કલાકનો        મોસમનો

સેન્ટ્રલ ઝોન પ મી.મી.                  ૪૯ મી.મી.

વેસ્ટઝોન           ૧૦ મી.મી.          ૩૮ મી.મી.

ઇસ્ટઝોન           ૧પ મી.મી.          પ૪ મી.મી.

(1:19 pm IST)