Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ફોરવ્હીલ વાહનો માટે GJ-03-MB સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઇ-ઓકશન

રાજકોટ, તા.,૭:  પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટે જી.જે.૦૩-એમ.બી. (GJ-03-MB) સીરીઝના ૧થી ૯૯૯૯ નંબરોની સિરિઝ તથા અગાઉની સિરિઝના બાકી રહેતા ગોલ્ડન અને સિલ્વર નંબરો માટેની સિરિઝ ઇ-ઓકશનથી શરૂ કરવામાં આવશે. આ માટે તા.૧૧.૬.૨૦૨૧ થી તા.૧૭.૬.૨૦૨૧ સુધી  ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

જી.જે.૦૩-એમ.બી. (GJ-03-MB) સીરિઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબર માંથી પસંદગીનો નંબર મેળવવા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.  તા.૧૮-૬-૨૧ ના સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૪ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ખુલ્લું રહેશે તથા કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઇ-ઓકશનનું પરિણામ નોટિસ બોર્ડ પર તા.૧૮ના રોજ સાંજે ૪.૧૫ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે જે પરિવહન સાઇટ પર પણ ઓનલાઇન જોઇ શકાશે. પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.

ઓકશનની પ્રક્રિયા દરમિયાન વાહન સોફટવેરમાં તથા અન્ય કોઇ ટેકનિકલ અનિયમિતતા ઉભી થશે. તેનું યાંત્રિક નિવારણ બાદ કાર્યવાહી હાથ ધરાશે. પસંદગી નંબર માટે કોઇ વિવાદ હશે તો તેવા કિસ્સામાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ લીધેલ નિર્ણય આખરી ગણાશે. વધુ માહિતી  માટે  http//parivahan.gov.in/parivahan જોવાની રહેશે.

ઇ-ઓકશન પ્રક્રિયા પુરી થયા બાદ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ દિવસ-પ(પાંચ)માં ઇ પેમેન્ટ દ્વારા ભરી ફોર્મ આર.ટી.ઓ.માં જમા કરાવવાની રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયું છે.

(1:17 pm IST)