Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત વિકાસમાં અગ્રેસર

રાજ્યમાં ૩૦ હજાર કરોડના કામો ગતિમાં : વિજયભાઇ રૂપાણી

મ.ન.પા. અને 'રૂડા'ના ૨૩૨ કરોડના વિકાસકામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત : રાજકોટને સ્માર્ટસિટી બનાવવામાં મુખ્યમંત્રીનો સિંહફાળો : મેયર પ્રદિપ ડવ

રાજકોટમાં ૨૩૨ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વિજયભાઇ રૂપાણી  : રાજકોટ : શહેરમાં મ.ન.પા. અને 'રૂડા'ના ૨૩૨ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયું તે વખતની તસ્વીરમાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં યોજાયેલ ઓનલાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ મેયર કાનગડ, બીનાબેન આચાર્ય, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય નિતીનભાઇ ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના આગેવાનો કોર્પોરેટરો, ધારાસભ્ય વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુકત ઉપક્રમે આજ પૂ.શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે રાજયના સંવેદનશીલ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂ.૨૩૨.૫૦ કરોડના વિવિધ વિકાસ કામોનું ઓનલાઈન લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસોનો ડ્રો કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, વોટરવર્કસ ચેરમેન દેવાંગભાઈ માંકડ, હાઉસિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન રાણપરા તથા રોશની કમિટીના ચેરમેન જયાબેન ડાંગર તેમજ કોર્પોરેટરશ્રીઓ તથા સંગઠનના હોદેદારશ્રીઓ તથા ડે.કમિશનર બી.જી.પ્રજાપતિ, એ.આર.સિંહ તથા સી.કે.નંદાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેલ.

રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૩.૪૦ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ.૩૪.૨૮ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૧૧૮ કરોડના ખર્ચે નિર્માણાધીન લાઈટ હાઉસ પ્રોજેકટના ૧૧૪૪ આવાસોનો ડ્રો થયો.

આ ઉપરાંત, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કાર્યોમાં રૂ.૪.૩૨ કરોડના ખર્ચે એઈમ્સને જોડતા ૩૦ મી. ૪-લેન રોડ અને આ રોડ પર રૂ.૪.૮૬ કરોડના ખર્ચે તૈયાર થનાર રીવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૬૭.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ EWS-1, EWS-2, LIG અને  MIG કેટેગરીના આવસો પૈકી ૬૧૪ આવાસોનો ડ્રો કરવામાં આવેલ.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, રાજકોટ શહેરની વિકાસ ગતિ હરણફાળ ઝડપે અવિરત ચાલુ રાખવા બદલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી વરાયેલ ટીમને ખુબ ખુબ ધન્યવાદ આપું છું અને શુભકામના પાઠવું છું કે, તેમના દ્વારા હજુ પણ શહેરના વિકાસ કામો કુદકે ને ભૂસકે થતા રહે. શહેરમાં રસ્તા, બગીચા, ડ્રેનેજ, પાણી પુરવઠા સહિતના વિકાસ કામોની સુવિધા લોકોની આકાંક્ષા અને અપેક્ષા મુજબ થતા રહે તે ખુબ જ જરૂરી છે. હાલ કોરોનાનો બીજો વેવ નિયંત્રિત થતો જાય છે. જયાં રોજના ૧૪ થી ૧૫ હજાર કેસ આવતા તેના સ્થાને ૮૫૦ જેટલા કેસ આવે છે. વેકિસનેશન ઝડપથી થાય તે રીતે કામગીરી હાથ ધરી છે. ૧૮ થી ૪૫ વયજૂથના અને ૪૫થી વધુ ઉમરના લોકોને વેકિસનેશન આપવામાં આવી રહ્યું છે. કોરોનાના કપરાકાળ વચ્ચે સલામતી સાથે વિકાસકામો અવિરત ચાલુ રાખેલ છે. સરકાર રૂ.૩૦,૦૦૦ કરોડથી વધુ ખર્ચના વિકાસકામો કરી રહી છે. રૂડા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સલામતીના પગલાં સાથે વિકાસકામો ચાલુ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબ લાઈટ હાઉસ પ્રોજેકટ દેશના જુદા જુદા રાજયના ૬ શહેરોમાં ચાલુ કરાયેલ છે. તાજેતરમાં તેનો રીવ્યુ લેતા, ફકત ગુજરાતમાં જ ખુબ ઝડપી ગતિએ આ પ્રોજેકટ આગળ ધપી રહ્યો છે, જયારે અન્ય રાજયોમાં લાઈટ હાઉસ પ્રોજેકટની કામગીરી અત્યંત ધીમી છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા ખરેખર અભિનંદનને પાત્ર છે. રાજકોટને અટલ સરોવર સ્વરૂપે એક નવું નઝરાણું ઘણા વર્ષો બાદ મળેલ છે. આજે ખાતમુહુર્ત કરવામાં આવેલ છે તે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ઘ થનાર  પાણીથી અટલ સરોવર કાયમી છલોછલ રહેશે. રાજકોટમાં એરપોર્ટ, એઈમ્સ, વિગેરે જેવા ખુબ મોટા પ્રોજેકટના કામો પણ ઝડપથી ચાલુ જ છે, ત્યારે તેને જોડતા રસ્તાનું કામ જરૂરી છે. આ ઉપરાંત, લોકો રેલ્વે દ્વારા પણ એઈમ્સ પહોંચી શકે તે માટે ખંઢેરી રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ તથા સુવિધા વધારવાનું કામ ચાલુ છે.      

લોકોને રોટી, કપડા અને મકાનની જરૂરિયાત હોય છે. લોકો રોટી અને કપડા તો મેળવે છે ત્યારે લોકોની માથે છત આપવાનો સરકારશ્રીનો સંકલ્પ પરિપૂર્ણ કરવાની દિશામાં વહીવટી તંત્ર આગળ ધપી રહ્યું છે. આજે ડ્રોમાં જે લોકોને મકાન મળેલ છે તેમને અભિનંદન તથા જેમને મકાન મળેલ નથી તેમને નજીકના ભવિષ્યમાં મકાન મળે તેવી શુભકામના મુખ્યમંત્રીશ્રીએ પાઠવેલ.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવએ જણાવેલ કે, છેલ્લા સવા વર્ષથી સમગ્ર માનવજાત કોરોના વાયરસનો મુકાબલો કરી રહી છે. કોઈએ કયારેય ના નીહાળી હોય તેવી આ અભૂતપૂર્વ મહામારીએ વિવિધ ક્ષેત્રોમાં અનેક પડકારો સર્જી દીધા. આપણે જાણીએ છીએ કે, ગુજરાત રાજયએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ શકય તેટલા તમામ સંસાધનો કોરોનાનો મુકાબલો કરવા માટે કામે લગાવી દીધા. રાજકોટમાં કોરોનાકાળ વચ્ચે પણ વિકાસકાર્યોને ગતિમાન રાખવા રાજય સરકારના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકા એ સતત કાળજી લીધી છે. મુખ્યમંત્રીશ્રી આપણા શહેરને મોડર્ન અને સ્માર્ટ સિટી બનાવવાની ખુબ ઝડપથી ચાલી રહેલી પ્રક્રિયામાં ખુબ મહત્વની ભૂમિકા સાથે સિંહફાળો આપી રહ્યા છે.   

વિશેષમાં મેયરશ્રીએ જણાવેલ કે, લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થાય તે દિશામાં અત્યાર સુધીમાં ૨૫,૦૦૦થી વધુ આવાસો લાભાર્થીઓને સોંપી દેવામાં આવેલ છે અને હાલમાં ૧૦,૦૦૦થી વધુ આવાસોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સિલસિલામાં આજે લાઈટહાઉસ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ૧૧૪૪ આવાસોનો ડ્રો થઇ રહ્યો છે. લાભાર્થીને આશરે રૂ.૧૧ લાખનું આ આવાસ ફકત રૂ.૩.૩૯ લાખ જેવી નજીકની કીમતમાં જ મળી રહ્યું છે.

હાલમાં, શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે પ્રાથમિક સુવિધાના કામો ઉપરાંત શહેરમાં જુદા જુદા ચાર ઓવરબ્રિજ, રામવન ડેવલોપમેન્ટ, અટલ સરોવર ડેવલોપમેન્ટ અને રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. આજે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા કુલ રૂ.૨૩૫ કરોડથી વધુના વિકાસકાર્યો પૈકી રૂ.૪૧ કરોડથી વધુ રકમના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત થઇ રહ્યા છે.

આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિકે ધાર્મિક પૂજન વિધિ બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ કમિટીના ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા તથા બાંધકામ સમિતિના વાઈસ ચેરમેન બિપીનભાઈ બેરા અને બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા નિર્માણ પામેલ બગીચાઓના લોકાર્પણની વિધિમાં સામેલ રહ્યા હતા. 

આ પ્રસંગે, શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ એ કરેલ હતું. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલએ વિવિધ પ્રોજેકટની માહિતી સાથે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત વોટરવર્કસ ચેરમેન દેવાંગભાઈ માંકડ, હાઉસિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન રાણપરા તેમજ રોશની કમિટીના ચેરમેન જયાબેન ડાંગર એ કરેલ. જયારે આભાર દર્શન ડે.મેયર ડો.દર્શિતાબેન શાહએ કર્યુ હતું.

એઇમ્સ માટે ખંઢેરીથી પરાપીપળીયાના

૩૦મી રોડ પર રીવર બ્રીજ બનશે : ખાતમુહૂર્ત

                            કામની વિગત                                     રકમ રૂ. લાખમાં

કન્સ્ટ્રકશન ઓફ ૪ - લેન રોડ ફ્રોમ ખંઢેરી રેલ્વે સ્ટેશન એન્ડ પરાપીપળીયા રોડ

ટુ કનેકટીંગ એઇમ્સ હોસ્પિટલ ૩૦.૦૦ મી. ડી.પી. રોડ  

કન્સ્ટ્રકશન ઓફ રીવર બ્રીજ એટ ૩૦મી. ડી.પી. રોડ ફ્રોમ ખંઢેરી રેલ્વે સ્ટેશન એન્ડ

પરાપીપળીયા રોડ ટુ કનેકટીંગ એઈમ્સ હોસ્પિટલ એટ ચે. ૪૨૧ ઈન રૂડા એરિયા 

ન્યારી ડેમે સુંદર પીકનીક પોઇન્ટ : ૧.૯૦ કરોડના બગીચો અને બાલ ક્રિડાંગણનું લોકાર્પણ કરાયું

                            કામની વિગત                                    રકમ રૂ. લાખમાં

ન્યારી ડેમ વાગુદડના રસ્તે બગીચા બાલક્રિડાંગણ                     ૧૯૦ લાખ

બગીચો - વોર્ડ નં., મહર્ષિ અરવિંદ ટાઉનશીપની સામે              ૫૬ લાખ

કે.કે.વી. ચોક ખાતે નવું બી.આર.ટી.એસ. બસ શેલ્ટર                 ૪૬.૩૦  લાખ

વોર્ડ નં.૩ સાધુવાસવાણી કુંજ રોડ પર બગીચો અને બાલક્રિડાંગણ    ૨૮ લાખ

ગોંડલ ચોક ખાતે બી.આર.ટી.એસ. બસ શેલ્ટર                        ૨૦ લાખ

                                                                         કુલ ૩૪૦ કરોડ

(3:23 pm IST)