Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મેટોડા જીઆઇડીસીમાં સંજીવની હોસ્‍પિટલમાં આગ લાગતા નાસભાગ

લોધીકા પોલીસ દ્વારા મોકડ્રીલ જાહેર કરાતા લોકોએ રાહતનો શ્‍વાસ લીધો

રાજકોટઃ મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર ર ની સામે આવેલ સંજીવની હોસ્‍પિટલમાં આગ લાગ્‍યાની લોધીકા પોલીસને જાણ થતા પી.એસ.આઇ. એચ. એમ. ધાંધલ તેમજ પોલીસ સ્‍ટાફ તાત્‍કાલિક સ્‍થળ ઉપર પહોંચી ગયેલ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઇટર પાણીના ટેન્‍કર સાથે પહોંચી ગયેલ અને હોસ્‍પિટલ સ્‍ટાફ તેમજ પોલીસ જવાનો દ્વારા ફાયર સેફટીના સાધનોથી આગ બુઝાવી હતી. તુેમજ હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓને પોલીસ જવાનો દ્વારા એમ્‍બ્‍યુલન્‍સમાં સલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ લોધીકા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. એચ. એમ. ધાંધલનો સંપર્ક કરતા જણાવ્‍યું હતું કે હોસ્‍પિટલમાં અચાનક આગ લાગે તો તેમના ફાયર સેફટીના સાધતનો સુરક્ષાનું કાર્ય કરે છે કેમ હોસ્‍પિટલ સ્‍ટાફ તે માટે ટ્રેન કરેલ છે કે નહીં તેની ખાતરી માટે મોકડ્રીલ રાખવામાં આવી હતી. મોકડ્રીલ જાહેર કરવામાં આવતા લોકોએ રાહતનો શ્‍વાસ લીધો હતો.

 

(11:19 am IST)