Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજકોટમાં આજે ૩ મોતઃ બપોર સુધીમાં ૧૩ કેસ

હાલમાં ૬૪૦ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૪૨,૩૬૧ થયોઃ આજ દિન સુધીમાં ૪૧,૩૫૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ રિકવરી રેટ ૯૮.૦૮ ટકા થયો

રાજકોટ તા. ૭: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૩ નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૩  કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૬ નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૭નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૩ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

ગઇકાલે ૩ પૈકી એકેય  મૃત્યુ કોરોનાને કારણે નહિ થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં  ૫૨૬૩  બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૩ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૩૬૧પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૦૬૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૭  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૫૩  ટકા થયો  હતો. જયારે ૧૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૫૫,૨૭૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૩૬૧  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૮ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૬૪૦  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:21 pm IST)