Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કોરોના વેક્સિન લેવા લોક જાગૃતિ અભિયાન

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ વેક્સીન લેવા લોકોને સમજાવટ

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં મનોવૈજ્ઞાનિકોની ટીમ દ્વારા ગ્રામ જનોને કોરોના વેક્સીન લેવા અંગે જાગૃત કરવા ઝુંબેશ હાથ ધરાઇ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાને કારણે વેક્સિનનો વિરોધ થયો હતો, જેને પગલે મનોવૈજ્ઞાનિકોની ટીમ દ્વારા વેક્સિન નહીં લેનાર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

જે અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ વેક્સીન લેવા લોકોને સમજાવ્યા હતા. મનોવૈજ્ઞાનિકોની આ ટીમે જસદણ, દેવપરા, બાખલવાડ, કમળાપુર, પોલારપર, ગઢડીયા, ઉપલેટા, ગાઢા, હાડફોડી, હરિયાસર સહિતના ગામોની મુલાકાત લીધી હતી. તો જિલ્લા સહિત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અમરેલી, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા કાર્યરત થયા છે.

(9:49 pm IST)