Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સોશ્યલ મીડીયામાં ફેસબુક પર મહિલાના નામે ફેક આઇ.ડી. બનાવી બીજાના નામે મેસેજ કરનાર શખ્સને દબોચી લેતી રાજકોટ સાઇબર ક્રાઇમ

રાજકોટ : રાજકોટ શહેર ખાતે મે. પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ તથા સંુકત પોલીસ કમીશનર ખુરશીદ અહેમદ તથા ડી.સી.પી. ઝોન-૧ પ્રવિણકુમાર તથા ડી.સી.પી. ઝોન-ર મનોહરસિંહ એન. જાડેજાની સુચનાથી મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ જી.ડી. પલસાણાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પો. સ્ટે.ના પોલીસ ઇન્સ્પે. બી.એમ. કાતરીયા તથા પોલીસ ઇન્સ્પે. એમ.બી. ઔસુરા તથા પોલીસ સબ ઇસ્ન્પે. ડી.બી. ગઢવી તથા ટીમ સતત કાર્યરત હોય દરમ્યાન ગત તા. ૧૦-૧-ર૦ર૦ના રોજ અરજદારે અરજી આપેલ કે પોતાના ફેસબુક આઇ.ડી. પર કોઇ વ્યકિત મહિલા ના નામે ફેસબુક આઇ.ડી. પરથી પોતાના પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તેવા મેસેજ કરી પોતાની મન, પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડેલ છે.

અરજીની રીપોર્ટ કરી માહિતી મંગાવતા આ ફેક ફેસબુક આઇ.ડી. પરમજીતસિંઘ કરમસિંઘ જગદેવ (ઉ.વ.૪૪) રહે. શાંતિવન અંબિકા ટાઉનશીપ રાજકોટ શહેર નાઓએ બનાવ્યાનું તપાસમાં ખુલતા અરજદારની ફરીયાદ પરથી સદરહું આરોપી વિરધ્ધ આઇ.ટી. એકટ કલમ ૬૬ (ડી) મુજબનો ગુને દાખલ કરી કોવિડ-૧૯ નો રીપોર્ટ કરાવ્યા બાદ આજરોજ ધોરણસર અટક કરવામાં આવેલ છે.

(12:07 pm IST)