Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

'આજે વર્લ્ડ ફુડ સેફટી ડે': દર વર્ષે દુષિત ખોરાકથી ૪ લાખ મોતઃ તંદુરસ્ત ખોરાક અંગે તંત્રનું માર્ગદર્શન

કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે ૪૭ કિલો અખાદ્ય નાસ્તાનો નાશ કર્યો : દુધ અને આઇસ્ક્રીમનું ચેકીંગઃર૦ નમુના લઇ લેબોરેટરી તપાસમાં મોકલાયા

રાજકોટ, તા., ૭ : આજે ૭ જૂને વિશ્વ ફુડ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે મ્યુ. કોર્પોરેશન દ્વારા આજે તંદુરસ્ત ખોરાક અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું સાથો સાથ ખાણી-પીણીની પપ રેંકડીઓમાં ચેકીંગ કરીને કુલ ૪૭ કીલો અખાદ્ય નાસ્તાનો નાશ કર્યો હતો.

શુધ્ધ ખોરાક શા માટે જરૂરી?

૧   અંદાજે ૬૦૦ મિલિયન લોકો - વિશ્વમાં લગભગ ૧૦ લોકોમાંથી ૧ - દૂષિત ખોરાક ખાવાથી દર વર્ષે બીમાર પડે છે અને દર વર્ષે ૪૨૦ ૦૦૦ મૃત્યુ પામે છે.૨       ૫ વર્ષથી ઓછી વયના બાળકોને ખોરાકની બીમારીના ૪૦્રુ બોલાવે છે, દર વર્ષે ૧૨૫ ૦૦૦ મૃત્યુ થાય છે.૨ દૂષિત બીમારીઓ એ દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા શરીરમાં પ્રવેશતા બેકટેરિયા, વાયરસ, પરોપજીવી અથવા રાસાયણિક પદાર્થો દ્વારા થાય છે.૩   આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં તાણ અને રાષ્ટ્રીય અર્થતંત્રો, પ્રવાસન અને વેપારને નુકસાન પહોંચાડીને ફૂડબોર્ન રોગો સામાજિક આર્થિક વિકાસને અવરોધે છે.૪       ખોરાકમાં વેપારનું મૂલ્ય ઼ ૧.૬ ટ્રિલિયન છે, જે વૈશ્વિક સ્તરે કુલ વાર્ષિક વેપારના લગભગ ૧૦્રુ છે.૫      તાજેતરના અંદાજ સૂચવે છે કે, અસુરક્ષિત ખોરાકની અસર દર વર્ષે ૯૫ અબજ યુએસ ડોલરની ખોટ ઉત્પાદકતામાં નીચી અને મધ્યમ આવક ધરાવતી અર્થતંત્રોનો ખર્ચ કરે છે.૬        ખોરાક અને કૃષિ ક્ષેત્રોમાં સ્વચ્છતાના સિદ્ઘાંતોને સુધારવાથી ખોરાકની ચેઇન અને પર્યાવરણમાં એન્ટિમિક્રોબાયલ પ્રતિકારના ઉદભવ અને ફેલાવાને ઘટાડે છે.

૭ જૂન ૨૦૧૯ વર્ડ ફૂડ સેફ્ટી ડે નિમિતે આજ રોજ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોને સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા હોકર્સ ઝોન ખાતે ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાપનને મજબૂત બનાવવા, ખોરાકના ધોરણોનું અમલીકરણ કરવા, તેમજ ગ્રાહકો માટે તંદુરસ્ત ખોરાકની પસંદગી કરવા તથા ખોરાક સલામતીની ખાતરી કરવા વગેરે બાબતો માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ નાં નિયમોની ચુસ્તપણે અમલવારી કરવા જણાવવામાં આવેલ. તથા જન જાગૃતિ અર્થે સુચક સ્કૂલ, કુંડલીયા કોલેજ, એસ.ટી. બસ સ્ટેશન વગેરે સ્થળોએ ૧૨૦૦ જેટલી પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ.રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે તથા રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ  હતી.

 જયારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અન્વયે ઉનાળાની ઋતુને અનુલક્ષીને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા દુધ અને આઇસ્ક્રીમના નમુનાઓ લઇ  પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે. જેમાં ૧ ગાયનું દુધ ( લુઝ )        વ્રુંદાવન ડેરી ફાર્મ, મિલપરા કોર્નર , ભકિત નગર સોસાયટી ૨  મિકસ દુધ ( લુઝ )     ધારેસ્વર ડેરી ફાર્મ, ભકિતનગર સર્કલ ૩    મિકસ દુધ ( લુઝ )     શિવમ ડેરી ફાર્મ, હસનવાડી શેરી નં ૪, ૪       મિકસ દુધ ( લુઝ )        તિરુપતિ ડેરી ફાર્મ, હસનવાડી શેરી નં ૪ ૫      મિકસ દુધ ( લુઝ )     જશોદા ડેરી ફાર્મ, પુષ્કર ધામ મે. રોડ ૬        ગાયનું દુધ ( લુઝ )     શ્રી ગોકુલ ડેરી ફાર્મ, રાણી ટાવર પાસે, કાલાવાડ રોડ ૭ મિકસ દુધ ( લુઝ )     શ્રી વૃદાવન ડેરી ફાર્મ, પુષ્કર ધામ મે. રોડ ૮        ગાયનું દુધ ( લુઝ )     શ્રી ગિરિરાજ ડેરી ફાર્મ, રૂડાનગર સામે , યુનિવર્સિટી રોડ, ૯        મિકસ દુધ ( લુઝ )     તુલસી ડેરી ફાર્મ, નારાયણ નગર મે. રોડ, ઢેબર રોડ સાઉથ,૧૦ ગાયનું દુધ ( લુઝ )        ગોકુળ ડેરી ફાર્મ, પંચશીલ એપાર્ટમેન્ટ, ૮૦' રોડ ૧૧    મિકસ દુધ ( લુઝ )     માટેલ ડેરી ફાર્મ, નંદુબાગ સોસાયટી, સંતકબીર રોડ ૧૨      મિકસ દુધ ( લુઝ )     મોમાઇ ડેરી ફાર્મ, ભગરીથ સોસાયટી, સંતકબીર રોડ ૧૩        ગાયનું દુધ ( લુઝ )  રાધેશ્યામ ડેરી ફાર્મ, સંતકબીર રોડ૧૪  મિકસ દુધ ( લુઝ )     શકિત ડેરી ફાર્મ, ભગરીથ સોસાયટી સંતકબીર રોડ૧૫ ભેંસનુ દુધ ( લુઝ )     ખીમાણી દુગ્ધાલય, હાથીખાના મે.  રોડ ૧૬     ભેંસનુ દુધ ( લુઝ )     પટેલ ડેરી ફાર્મ, ૩-લક્ષ્મીનગર કોર્નર, નાના મૌવા રોડ૧૭  મિકસ દુધ ( લુઝ )     સુખસાગર ડેરી ફાર્મ, સૂર્યમૂખી હનુમાન સામે,નાના મૌવા રોડ ૧૮     મિકસ દુધ ( લુઝ )     શ્રી ચામુંડા ડેરી ફાર્મ, લક્ષ્મીનગર ચોક, પંચવટી મેઇન રોડ ૧૯ ગુલકંદ કાજુ આઇસ્ક્રીમ(લુઝ)        આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, એરપોર્ટ રોડ ૨૦ મિકસ દુધ ( લુઝ ) નિલકંઠ ડેરી ફાર્મ, રેસકોર્ષ પાર્ક, શેરી નં ૧ વગેરે સ્થળોનો સમાવેશ થાય છે.

(4:23 pm IST)
  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • ગુજરાતમાં સૌપ્રથમ વાર અમદાવાદના મેયરે-મ્યુનિસીપલ કમિશ્નર ઉપયોગમાં લેશે ઇલેકટ્રીક કાર ટાટા કંપનીની ઇલેકટ્રીક કાર જેની કિંમત ૧૨ લાખની છે તેવી બે ઇલેકટ્રીક કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદીઃ એક વખત ફુલ ચાર્જ થયા બાદ ૧૨૦ કિલોમીટર સુધી ચાલશેઃ મેયર અને કમીશ્નર આ ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરશે access_time 3:59 pm IST

  • અમિત શાહની સુરક્ષા વધારાઈ : ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ access_time 6:18 pm IST