Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વોર્ડ નં.૧૮ના કોઠારિયા રોડની ગોકુલ સોસાયટીના સાર્વજનીક પ્લોટમાંથી ગેરકાયદે દબાણો દુર કરી વૃક્ષારોપણ કરાવવા માંગ

રાજકોટ  :  શહેરના વોર્ડ નં.૧૮માં નવા ભેળવાયેલ વિસ્તાર રણુજા મંદિર સામે કોઠારિયા રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ક-ર, શેરી નં.૧ ની પાસે આવેલ સરકારી સાર્વજનીક પ્લોટમાં ઝુપડાઓનું ગેરકાયદે દબાણ થઇ ગયું છે, સાથોસાથ આ સ્થળે અનેક ગેરકાયદે પ્રવૃતિઓ થઇ રહી છે. અહીંથી વહેલી તકે ગેરકાયદે ઝુપડાઓનું દબાણ દુર કરી આ સ્થળે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરાવવા ગોકુલ પાર્કના ૬૦ થી વધુ રહેવાસીઓએ મ્યુ.કમિશ્નરને આવેદન પાઠવી રજુઆત કરી છે. તસ્વીરમાં સાર્વજનીક પ્લોટમાં હજુ ૧૦ થી ૧૨ કાચા ઝુપડાઓનું દબાણ થયું છે તે દર્શાય છે. આ દબાણ વહેલી તકે દુર નહીં થાય તો અહીં ટુંક સમયમાં જબરી ગેરકાયદે વસાહત ઉભી થઇ જવાની દહેશત છે.

(3:53 pm IST)