Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

દેશી બનાવટની પિસ્તોલ વેચવાના ગુનામાં આરોપીની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ

રાજકોટ તા.૭: દેશી બનાવટના હથિયાર વેચાણના ગુન્હા સબબ પકડાયેલ આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરતા સેસન્સ અદાલતે ચુકાદો આપેલ હતા.

આ કેસની હકીકત એવી છે કે, અરજદાર/આરોપી શિવમ ઉર્ફે શીવો ઇન્દરસીંગ ડામોર રે. જાંબવા મધ્યપ્રદેશ બે ગેરકાયદેસર પાસ વગર ૧૦ નંગ પીસ્તલ તથા કાર્ટીઝ, દેશી બનાવટનો કટો, કટાના કર્ટીઝ સહ આરોપીને વિપુલને આપવા આવતો હતો તા.૧-૩-૧૯ ના રોજ પોલીસ દ્વારા પકડાઇ ગયેલ તેમજ અન્ય સહઆરોપી વિપુલ સાન્યા પાસેથી લોખંડની દેશી બનાવટની પીસ્તલ નંગ ૩ તથા દેશી બનાવટના ૧૨ બોરના કટા નંગ ૨ જીવતા કાર્ટીઝ વગેરે અરજદાર આરોપી શિવમ ઉર્ફે શીવાએ આપેલ તેમજ અન્ય ગુન્હા પકડાયેલ સહઆરોપીઓ વસીમ, મહેબુબ તેમજ ઇમ્તીયાઝ પાસેથી પાસ પરમીટ વગરના દેશી તમંચા તથા દેશી બનાવટના પીસ્તલ વગેરે સાથે પકડાયેલ તેમજ તપાસ દરમ્યાન આ તમામ હથીયારો અરજદાર આરોપી શિવમ ઉર્ફે શીવાએ વેચાણ અર્થે આપેલ તેમ કબુલાત આપેલ આમ તમામ અરજદાર આરોપીની ધોરણસરની ધરપકડ કરવામાં આવેલ.

સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી એ.એસ. ગોગિયાની રજુઆતો તેમજ તપાસ કરનાર અમલદારે રજુ કરેલ સોગંદનામુ તેમજ પોલીસ પેપેર્સ વંચાણે લીધા બાદ અધિક સેસન્સ જજ રાજકોટ દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે, આરોપીઓ પાસેથી ગેરકાયદેસર પાસ વિના દેશી બનાવટની પીસ્તલ નંગ-૧૦, દેશી બનાવટનો કટો નંગ ૧ તથા કાર્ટીઝ નંગ ૩૦ ના હથીયારો વેચાણ અર્થે ગેરકાયદેસર રીતે રાખી મળી આવેલ છે. તેમજ આરોપી જાંબવા મધ્યપ્રદેશના વતની છે તેથી આરોપી જામીન ઉપર મુકત કર્યા પછી અદાલતમાં હાજર રહેશે કે કેમ તે પણ ેએક સંકાસ્પદ હકીકત જણાઇ આવે છે તે સંજોગોમાં હાલની આરોપી પાસેથી આટલી મોટી સંખ્યામા ગેરકાયદેસર હથીયારો મળી આવેલ હોય તેમજ આરોપીઓની ગુન્હાની ગંભીરતા ધ્યાને લેતા પણ તેઓ જામીન પર મુકત થયા બાદ પણ તેઓ તેમના રહેઠાણના સરનામે મળી આવવાની શકયતા રહેતી નથી.

હાલના આરોપી ઉપર આર્મસ એકટ તથા ઇપીકો કલમ ૩૦૭ વગેરે અન્વયેના ગુન્હાઓ નોંધાયેલ છે તેમજ આરોપી પોતે ગેરકાયદેસર રીતે દેશી બનાવટના વેપાર કરે છે તેની પાસેથી બધો મુદામાલ મળી આવેલ છે. આ તમામ સંજોગોમાં ગુન્હાની ગંભીરતા ધ્યાને લેતા જામીન ઉપર મુકતા કરવા જોઇએ નહી તેવુ તારણો આપી અરજદારની જામીન અરજી રદ કરતો હુકમ કરેલ છે. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ.ગોગીયા એ રજુઆત કરેલ.

(3:48 pm IST)