Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વાહન અકસ્માત ઇજાના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૭: અત્રે બુલેટ રોગ સાઇડમાં ચલાવી મેટાડોર વાહન સાથે ભટકાડવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

અત્રેના બનાવની વિગત ેવી છે કે, તાઃ ૨૮-૬-૨૦૧૬ના રોજ બપોરના આશરે ૧ વાગ્યાના સુમારે રાજકોટ-૮૦ ફુટ રોડ ઉપર આવેલા પ્યોર ડ્રકીંગ વોટર પાસે ફરિયાદી જયેશભાઇ વશરામભાઇ અજાણી પોતાનું બુલેટ મો.સા.નં જીજે ૦૩ જેજે ૪૦૨૧ વાળા જતા હતા ત્યારે સામેથી મેટાડોર ગાડી નંબરઃ જીજે ૧૦ ડબ્લ્યુ ૫૬૨૭ વાળુ વાહન આરોપી દ્વારા પુરઝડપે અને બેદરકારીથી ચલાવી અથડાયેલ. જેમાં ફરિયાદીને ફેકચર તથા નાની મોટી અસંખ્ય ઇજાઓ થયેલ. અને તેઓએ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર લીધેલ અને તેઓએ ત્યાં હોસ્પિટલમાં રાજકોટ ભકિતગનર પો.સ્ટે.માં આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ થયેલ.

આ ગુન્હામાં તપાસપૂર્ણ થતાં આરોપી મનુભાઇ રાવતભાઇ ડવ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ કોર્ટમાં કેસ ટ્રાયલ ચાલતા તથા કેસ ચાલતા અને સાહેદોના નિવેદનોમાં કોર્ટમાં થયેલ ઉલટતપાસમાં વિરોધાભાસી પુરાવો આવતા ફરિયાદપક્ષ પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરી શકેલ નથી. તેમ માની આરોપીપક્ષ તરફની રજુઆતો અને દલીલો ધ્યાને લઇ રાજકોટના કોર્ટના જયુ.મેજી. એમ.વી.ચૌહાણે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત કામમાં આરોપી-મનુભાઇ રાવતભાઇ ડવ વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજયભાઇ એમ.ડાંગર, વિજયભાઇ ધમ્મર, સાગરભાઇ એન.મેતા, ચિરાગભાઇ પી.મેતા તથા રાહુલ બી.મુછડીયા રોકાયેલા હતા.

(3:48 pm IST)