Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

શહેરના રાજમાર્ગો પર ફરી બે'દિ ઇલેકટ્રીક બસ દોડશે

૧૧, ૧૨ જુનનાં સવારે ૭થી રાત્રીના ૯ સુધી ઇલેકટ્રીક બસ ટ્રાયલ હાથ ધરાશેઃ બીનાબેન, ઉદય કાનગડ, અશ્વિન મોલીયાની જાહેરાત

રાજકોટ, તા.૭: શહેરના રાજમાર્ગો પર આગામી ૧૧ તથા ૧૨ જુનના સવારે ૭:૦૦ થી રાત્રીના ૯:૦૦ કલાક સુધી ઇલેકિટ્રક બસ ટ્રાયલ હાથ ધરાશે. તેમ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ એક યાદીમાં જણાવે છે કે, શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તે માટે રાજકોટ મહાનગરપાલિકા જુદાં જુદાં પગલા લઇ રહી છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીની અર્બન ટ્રાન્સપોર્ટ પોલીસીને ધ્યાને લઇ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે અને ગ્રીન મોબિલીટીને પ્રમોટ કરવાના આશયથી આગામી સમયમાં સિટી બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવા માટે કુલ ૫૦ (પચાસ) મીડી બસ ગ્રોસ કોસ્ટ મોડલથી કાર્યરત કરવા અંગે ટેન્ડર પ્રક્રિયા (THIRD ATTEMPT) હાથ ધરવામાં આવેલ છે. ટેન્ડરની શરતો અનુસાર Technically Qualify થતી તમામ એજન્સીઓએ પોતાની ઈ-બસની બે દિવસ માટે રાજકોટ ખાતે POC (PROOF OF CONCEPT) આપવાનું નિયત કરવામાં આવેલ છે. અગાઉ એપ્રિલ માસમાં ટ્રાયલ કરેલ. પરંતુ નિયત સમય સુધી ટ્રાયલ કરવામાં આવેલ નહિ. જેથી ફરીથી ભ્બ્ઘ્ (PROOF OF CONCEPT) કરવું જરૂરી જણાતા આગામી ૧૧ તથા ૧૨ જુન ૨૦૧૯ના રોજ સવારે ૭:૦૦ થી રાત્રીના ૯:૦૦ કલાક સુધી POC (PROOF OF CONCEPT) લેવાનું આયોજન કરે છે. આ માટે JBM Auto તથા Evey Trans બન્ને કંપનીની એક એક બસ આવનાર છે. જે પૈકી એક બસ બી.આર.ટી.એસ. રૂટ પર તથા એક બસ સિટીમાં ચલાવવામાં આવશે.

(3:44 pm IST)