Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ચૂનારાવાડમાં બુટલેગર સાગર રાઠોડ કારમાં દારૂની ૧૩ર બોટલ સાથે પકડાયો

રાજકોટ તા. ૭ : ચૂનારાવાડ ચોક પાસે થોરાળા પોલીસે બાતમીના આધારે કોળી બુટલેગરને કારમાં દારૂની ૧૩ર બોટલ સાથે ઝડપી લીધો છ.ે

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી રવી મોહન સૈનીની સુચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇ વી.ટી.વાઢીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.ડી.જાદવ, એએસઆઇ બી.જે. જાડેજા, હેડ કોન્સ. ભુપતભાઇ, આનંદભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, આશીષભાઇ, રોહીતભાઇ, દિપકભાઇ તથા વીજયભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દિપકભાઇ ડાંગર, આશીષભાઇ દવે અને રોહીતભાઇ કછોટને મળેલી બાતમીના આધારે ચુનારાવાડ શેરી નં .ર/૩ ના ખુણેથી જીજે.૩ એચ.કે.પ૧૪ર નંબરની કારમાંથી રૂ.પર,૮૦૦ ની કિંમતની દારૂની ૧૩ર બોટલ સાથે કોળી બુટલેગર સાગર કિશોરભાઇ રાઠોડ (ઉ.ર૩) (રહે. ચુનારાવાડ શેરી નં.૩)ને પકડી લઇ રૂ.ર,૦ર,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:41 pm IST)