Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

આમરણાંત ઉપવાસમાં બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન

રાજકોટ વેપારી એસોસિએશન અને કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે આંદોલનના મંડાણ કર્યા છે. જેના ભાગરૂપે પાકવિમો, ભાવાન્તર યોજના જેવા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસમાં બેઠેલા આગેવાનોના સમર્થનમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે કે પટેલ, રતનસિંહ ડોડીયા, ગુજરાત ખેડૂત સમાજના સૌરાષ્ટ્રના કન્વીનર ચેતન ગઢીયા તથા વિવિધ ખેડૂત સંગઠનોના આગેવાનો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપસ્થિત રહી આંદોલનને સમર્થન આપવા આશ્યર્યજનક કાર્યક્રમ આપી ખેડૂત વિરોધી સરકારની નિતીરીતિનો વિરોધ કરશે. તેમ યાદીમાં જણાવાયું છે. તસ્વીરમાં ભારતીય કિસાન સંઘ- ટીમના દીલીપભાઈ સખીયા- જીલ્લા પ્રમુખ- કિસાન સંઘ, અતુલભાઈ કમાણી-  એસો.પ્રમુખ- સૌરાષ્ટ્ર, કિશોરભાઈ લકકડ- ઉપલેટા તાલુકા પ્રમુખ, બાલાભાઈ રાતડીયા- વિંછીયા તાલુકા પ્રમુખ, મુકેશભાઈ રાજપરા- જીલ્લા સદસ્ય કિસાન સંઘ, શૈલેષભાઈ સીદાપરા- કોટડા તાલુકા સદસ્ય, ઉકાભાઈ ગોંડલીયા- કોટડા તાલુકા સદસ્ય, ઠાકરશીભાઈ પીપળીયા- જીલ્લા સદસ્ય, ભુપતભાઈ કાકડીયા- રાજકોટ તાલુકા પ્રમુખ,  કિશોરભાઈ સગપરીયા- જીલ્લા સદસ્ય, વિપુલભાઈ મેઘાણી- તાલુકા સદસ્ય અને દીપકભાઈ લીંબાસીયા- પડધરી તાલુકા સદસ્ય નજરે પડે છે.

(3:40 pm IST)