Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

માર્કેટ યાર્ડ ખાતે કિસાન સંઘ દ્વારા' બિરબલની ખીચડી'નો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ બેડી યાર્ડ ખાતે પાક વિમા સહીતના ખેડુતોના પ્રશ્નો અંગે ભારતી કિસાન સંઘ દ્વારા ચાલતા ઉપવાસ આંદોલન અંતર્ગત આજે બીજા દિવસે કિસાન સંઘ દ્વારા 'બિરબલની ખીચડી'નો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો. સરકારની તાનાશાહીના પ્રતિક રૂપે યોજાયેલ આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડુ઼તો જોડાયા હતા. નીચે આગ અને ઉપરના ભાગે ખિચડીનું માટલું રાખી ખીચડી કેમ પાકે?  તેવો પ્રશ્ન ઉભો કરી સરકાર અનેકવિધ યોજનાઓ જાહેર કરે છે પણ તેનો લાભ ખેડુતોને મળતો નથી તેવું આ આશ્ચર્યજનક કાર્યક્રમથી પ્રતિપાદિત કરાયું હતું. તસ્વીરમાં કિસાન સંઘના આગેવાનો, તેમજ સૌરાષ્ટ્ર વેપારી એપીએમસી એસોસીએશનના હોદેદારો આશ્ચર્યજનક કાર્યક્રમમાં જોડાયા હતા તે નજરે પડે છે.

(3:38 pm IST)