Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ખેડૂત આંદોલનને ચેમ્બર ઓફ કોમર્સનું સમર્થન

ખેડૂતોને પાક વીમો નહિ મળતા તેઓ બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે ઉપવાસ ઉપર બેઠા છે. આ ખેડુતોને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ટેકો આપ્યો છે અને પ્રમુખ વી.પી. વૈષ્ણવની આગેવાનીમાં ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ આજે ખેડૂતોને મળ્યું હતું અને તેમની લડતને ટેકો જાહેર કર્યો હતો. ખેડૂતોએ પાક વીમો નહિ મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારી છે. ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે અમો અમારા સ્તરે તમારા વતી સરકારમાં રજૂઆત કરશું અને તમને ન્યાય પણ અપાવશું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:38 pm IST)