Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા સુપર મેગા નેત્રયજ્ઞ

સ્વ. વનરાજભાઇ, સ્વ. દિવાળીબેન, સ્વ. વિપીનભાઇના સ્મણાર્થે હસ્તે વિનેશભાઇ વસંત તા વસંત પરીવાર (યુ.કે.) તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૩૦ મો સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૨૮૯ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂ દ્રષ્ટિ પ્રદાન કરાઇ હતલ. નેત્રયજ્ઞમાં દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરી અપાયા હતા.

(3:36 pm IST)
  • કેરળમાં નૈઋત્ય ચોમાસાના આગમનનું કાઉન્ટ ડાઉનઃ રાજયમાં ઠેરઠેર વરસાદ શરૂ : નૈઋત્ય ચોમાસુ આવતીકાલે કેરળમાં પ્રવેશ કરશેઃ દેશભરના લોકો તેના આગમનની રાહ જોઇ રહ્યા છે. ચોમાસાનું આગમન થાય એ પૂર્વે રાજયમાં અનેક સ્થળે વરસાદ વરસવો શરૂ થયો છેઃ થિરૂવનંતપુરમમાં ગઇ રાતથી વરસાદ પડી રહ્યો છેઃ ચોમાસાનું આગમન ૧ સપ્તાહ મોડુ થઇ રહ્યું છે. access_time 3:48 pm IST

  • રવિવારે GPSCની પરીક્ષા : રાજકોટમાં ૯૦ કેન્દ્રો : ર૧ હજાર ઉમેદવારોઃ ૧૮૦ અધિકારી : રવિવારે તા. ૯ જૂનના રોજ રાજકોટમાં GPSCની પરીક્ષા લેવાશેઃ વેચાણ વેરા નિરિક્ષક વર્ગ-૩ની ભરતી માટેની આ પરીક્ષામાં રાજકોટના ર૧ હજારથી વધુ ઉમેદવારો ૯૦ કેન્દ્રો ઉપર સવારે ૧૧ થી ૧, દરમિયાન જનરલ નોલેજનું પેપર આપશે : આ અંગેનો કન્ટ્રોલરૂમ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રહેશેઃ કલેકટર તંત્ર દ્વારા પરીક્ષા માટે ૧૮૦ અધિકારીના ઓર્ડરો access_time 3:33 pm IST

  • ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ પગલા માંડશે : ૨૦ જુન પછી ગુજરાતમાં ચોમાસુ બેસશેઃ ગુજરાતના હવામાનમાં પણ પલ્ટો આવ્યોઃ મુંબઇ-સુરતનું વાતાવરણ બદલાતુ જાય છેઃ સુરતના તમામ તાલુકામાં વાદળા ઘેરાયા છે : ડાંગ - આહવા - સાપુતારા - વધઇ - નવસારી - વલસાડ પંથકમાં પણ વાદળાઓ જમાવટ કરતા જાય છે access_time 1:07 pm IST