Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પાણી માટેની પળોજણ...

જળ ત્યાં જીવન, પાણીને ફુટી છે વાણી મને વાપરો જાણી જાણી...પાણી વગરનું જીવન જ અશકય છે એ સોૈ કોઇ જાણે છે. શહેરમાં આમ તો મોટા ભાગના લોકોને ઘેર બેઠા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તરફથી નળ વાટે અથવા તો પોત પોતાના બોર-ડંકી મારફતે લોકોને પાણી મળી રહે છે. પરંતુ અમુક વિસ્તારના રહેવાસીઓ એવા પણ છે જેને ઘેર બેઠા પાણી મળતું નથી, પરંતુ પાણી મેળવવા માટે ઠેર-ઠેર ભટકવું પડે છે. લક્ષ્મીનગર નાલાથી આગળ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતાં લોકોને નિયમીત રીતે સવારે લક્ષ્મીનગરમાં નળ આવે ત્યારે રેંકડીઓમાં કેરબા સહતિના વાસણો મુકીને પાણી ભરવા જવું પડે છે. આ લોકો માટે રોજેરોજની બીજી પળોજણો સાથે પાણી મેળવવા માટેની એક પળોજણ પણ ઉભી જ હોય છે. આ રીતે પાણી મેળવવું એ જાણે નિત્યક્રમ બની ગયો છે. તસ્વીરમાં કેરબા સાથે કતારમાં રખાયેલી રેંકડીઓ જોઇ શકાય છે.

ક્લિક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:36 pm IST)