Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

કેઇઝન ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે સેમીનાર : શિક્ષણવિદ્દોનું માર્ગદર્શન

 રાજકોટ : અહીના પ્રખ્યાત અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કઇક નવુ કરવા માટે જાણીતા કેઇઝન ગૃપ દ્વારા ઇમ્પીરીયલ પેલેસ ખાતે યોજાયેલ સેમીનારને અદભૂત સફળતા મળી હતી. માત્ર અડધા દિવસના સેમીનારમાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા અને સમગ્ર દેશમાંથી આવેલ ૧૭ થી વધુ કોલેજના શિક્ષણવિદોએ તમામને સચોટ માર્ગદર્શન આપ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે સતત છેલ્લા ૧૧ વર્ષોથી સફળતાપુર્વક માત્ર કેઇઝન ગૃપ દ્વારા વેકેશનમાં ૪ થછ વધુ પ્રકારના સેમીનાર તથા વર્ષ દરમિયાન શાળા કોલેજમાં એકઝામ વિશે, જોબ વિશે સેમીનાર, વર્કશોપ, ટીચર્સ ટ્રેનીંગ, વિવિધ ટેલેન્ટ હન્ટ સ્પર્ધાઓ વગેરે અવનવા આયોજનો થકી દર વર્ષે ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને રૂબરૂ મળી માર્ગદર્શન આપે છે. વધુ માહિતી માટે શ્રી વસીમ માકડા મો. ૯૮૨૪૫ ૮૬૫૬૧ ઉપર સંપર્ક કરી શકાશે કે જેઓ ઘણી કોલેજોમાં માર્કેટીંગ વિષયની વિઝીટીંગ ફેકલ્ટી તરીકે સેવા આપતા હોવાનુ યાદીમાં જણાવાયુ છે.

(3:28 pm IST)