Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

બંગડી બજારમાં લિફટમાં માથુ ફસાતા જીવ ગુમાવનાર બેટ દ્વારકાનો કેતન ૨૦ દિ' પહેલા જ કામે રહયો'તો

બાવાજી યુવાનના મોતથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ તા ૭  :  બંગડી બજારમાં હનુમાનજી મંદિર પાસે પુજા એન્ટરપ્રાઇઝ નામની ચાર માળની રમકડાની દુકાનમાં માલવાહક લીફટમાં માથું છુંદાઇ જતા બાવાજી યુવાનના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ બંગડી બજાર, હનુમાનજીના મંદિર પાસે જયેશભાઇ બટુકભાઇ રાયચુરા નામના વેપારીની પુજા એન્ટરપ્રાઇઝ નામની ચાર માળની દુકાનમાં ત્રીલોક પાર્કમાં રહેતો  કેતનભાઇ જદુરામભાઇ અગ્રાવત (ઉ.વ.૩૭) કામ કરતો હતા ત્યારે સાંજ ેતે ચોથા માળે સામાન ઉપર ચડાવવા માટે માલવાહક લિફટમાં ચડયા હતા, ત્યારે લીફટ ત્રીજામાળે પહોંચતા અચાનક કેતનભાઇનું માથુ લીફટ અને દિવાલ વચ્ચે ફસાઇ જતા છુંદાઇ ગયું હતું. બનાવની વેપારી જયેશભાઇને ખબર પડતા તુરતજ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળપર પહોંચી ફસાયેલ યુવાનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવાન નીકળી ન શકતા લીફટ ટેકનીશિયનને બોલાવી તેણે લીફટમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલાજ તેનું મોત નિપજયું હતું આ બનાવની જાણ થતા 'એ' ડીવીઝન પોલીસમથકના પી.એસ.આઇ. પી.પી. ચાવડા, એ.એસ.આઇ. રાજુભાઇ, ક્રિપાલસિંહ અને રવીભાઇ તથા મોૈલિકભાઇએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક કેતનભાઇ અગ્રાવત મુળ બેટ દ્વારકાના હતા, તે થોડા સમય પહેલાજ પત્ની અન ેબે સંતાન સાથે રાજકોટ આવ્યા હતા, તે વીસ દિવસ પહેલા રમકડાની દુકાનમાં નોકરીએ રહયા હતા. આ  બનાવથી બાવાજી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:27 pm IST)