Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

આજી ડેમ ચોકડી પાસે બંધ આઇસર પાછળ બાઇક ભટકાતા રાહુલ ધોળકીયાનું મોત

રાજકોટ તા ૭  : માર્કેટીંગ યાર્ડથી આજીડેમ ચોકડી તરફ રોડ સાઇડમાં બંધ પડેલા આઇસર પાછળ બાઇક ભટકાતા ભરવાડ યુવાનન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ભોમેશ્વર વાડીમાં રહેતો રાહુલ જીવાભાઇ ધોળકીયા (ઉ.વ.૨૮) ગઇકાલે પોતાનું જીજે-૩એલએ-૨૮૮૭ નંબરનું બાઇક લઇને જતો હતો ત્યારે માર્કેટીંગ યાર્ડથી આજીડેમ ચોકડી તરફ જતા ખોડીયાર હોટલ સામેરોડ સાઇડમાં બંધ પડેલ જીજે-૧૧ વાય ૫૧૯૮ નંબરના આઇસરની પાછળ બાઇક ભટકાતા ચાલક રાહુલ ભરવાડને છાતીના ભાગે ઇજા થતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ સી.એસ. પટેલ અને કીરીટભાઇ રામાવતે તપાસ હાથ ધરી છે.

(3:23 pm IST)