Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઇ જતા અજાણ્યા યુવાનનું મોત

યુવાને જમણા હાથ પર અંગ્રેજીમાં બાબા, એસએનકે અને એમ ત્રોફાવેલ છે

રાજકોટ, તા. ૭ : ગોંડલ ચોકડી નજીક માલધારી ફાટક પાસે એક અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાઇ જતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માલધારી ફાટક પાસે એક ૩પ થી ૪૦ વર્ષનો અજાણ્યો યુવાન ટ્રેન નીચે કપાઇ જતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ સી.એસ. પટેલ તથા રાઇટર કિરીટભાઇ રામાવતે સ્થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ આદરી હતી. મૃતક અજાણ્યા યુવાને જમણા હાથ પર અંગ્રેજીમાં બાબા, એસએનકે અને એમ ત્રોફાવેલ છે. જો કોઇ આ યુવાનના સગા સબંધી હોય તો આજીડેમ પોલીસ મથક ફોન નંબર ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:20 pm IST)