Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

રાજકોટની જેલમાં હત્યાની કોશિષના ગુનાના કેદી ઇશાન જોષીને બીજા કેદીઓએ બેફામ ઘુસ્તાવ્યોઃ હાથ ખડી ગયો

ઇશાને ફેબ્રુઆરીમાં બર્થ ડે પાર્ટીની ઉજવણી વખતે ડખ્ખો થતાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યા'તા... ત્યારથી જેલમાં છે : ત્રણ વર્ષ પહેલા ઇશાન હત્યા કેસમાં જેલમાં હતો ત્યારે ભીખા અને સંજય નામના કેદીઓ સાથે ડખ્ખો થયો'તોઃ એ મનદુઃખને લીધે ભીખા-સંજયે બીજા કેદીઓ સાથે મળી લમધારી નાંખ્યોઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: શહેરની સેન્ટ્રલ જેલમાં  હત્યાની કોશિષના ગુનાના કાચા કામના કેદી ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકુટ એપાર્ટમેન્ટમાં રહેતાં બ્રાહ્મણ શખ્સ પર બીજા પાંચ કેદીઓએ જુના મનદુઃખને લીધે હુમલો કરી ઢીકા-પાટા મારી જમણો હાથ ખભેથી ખેડવી નાંખતા તેમજ આંખ પર ઇજા કરતાં સારવાર માટે પોલીસ પહેરા હેઠળ સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો છે. આ કાચો કેદી અગાઉ હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં હતો ત્યારે બે કેદીઓ સાથે માથાકુટ થઇ હતી. તેનો ખાર ઉતારવા હુમલો કરાયાનું ખુલ્યું છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે છેલ્લા સાડા ત્રણ મહિનાથી હત્યાની કોશિષ સહિતના ગુનામાં કાચા કામના કેદી તરીકે જેલમાં બેરેક નં. ૫/૩માં રખાયેલા ઇશાન ભીખાભાઇ જોષી (બ્રાહ્મણ) (ઉ.૨૬)ની ફરિયાદ પરથી બીજા કેદીઓ આકાશ, સંજય, જયદેવ, હિરેન ભોગીલાલ અને એક અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૪૩, ૧૪૭ મુજબ ગુનો નોંધ્યો છે.

કાચા કામનો કેદી ઇશાન ભીખાભાઇ જોષી કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકુટ મહાદેવ મંદિર પાછળ ચિત્રકુટ એપાર્ટમેન્ટ સી-૩ બ્લોક નં. ૨૦૪માં રહેણાંક ધરાવે છે. આજથી સાડા ત્રણેક મહિના પહેલા એટલે કે તા. ૧૭/૨/૧૯ના રાત્રે પોણા બારેક વાગ્યે ઇશાનના ઘર નજીક ચિત્રકુટ મહાદેવ મંદિર પાસે તેના ભાઇ વિશાલ ભીખાભાઇ જોષી (ઉ.૨૪) પર ઉમંગ પટેલ, રજત, અમન, ચેતન, રામદેવસિંહ, રવિરાજસિંહ, રાહુલ, હર્ષ, જયપાલસિંહ સહિતનાએ હુમલો કરી માર માર્યો હતો. જેમાં ઇશાને બચાવ માટે પિસ્તોલ કાઢી હતી. એ જ પિસ્તોલ હુમલાખોરો પૈકી એકે છીનવી લીધી હતી અને ઇશાન ઉપર ફાયરીંગ કરાયું હતું. જો કે તેમાં તે બચી ગયો હતો.

બીજી તરફ જયપાલસિંહ લાલુભા વાઘેલાની ફરિયાદ પરથી ઇશાન જોષી, વિશાલ જોષી, મિલનસિંહ, ડેનીસ દેસાણી, રમેશ લાવડીયા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. ડેનીસના જન્મદિવસની ઉજવણી વખતે ડેનીસને મજાક-મજાકમાં મારકુટ કરતાં વાત વણસી હતી અને આ મિત્રો બાખડી પડતાં યુનિવર્સિટી પોલીસે બે ફરિયાદમાં ૧૮ જણા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

હત્યાની કોશિષ અને રાયોટના આ ગુનામાં ઇશાન જોષી સહિતના જેલમાં છે. ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે ઇશાન જેલની બેરેક નં. ૫/૩ના પગથીયા પાસે અન્ય કેદીઓ સાથે બેઠો હતો ત્યારે કેદી હિરન ભોગીલાલ ઉર્ફ ભીખો તેની પાસે આવ્યો હતો અને 'મારે તથા સંજયને તારી સાથે વાત કરવી છે' તેમ કહેતાં ઇશાન તેની સાથે બાથરૂમ પાસે ગયો હતો. ત્યારે ત્યાં બીજા કેદીઓ સંજય, આકાશ, જયદેવ અને અન્ય એક કેદી હતો એ બધાએ મળી ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં હુમલો કર્યો હતો.

આકાશે ઇશાનને પાછળથી પકડી લીધો હતો અને સંજયે ઢીકા-પાટુ માર્યા હતાં. એક ઢીકો ડાબી આંખ ઉપર મારી દેતાં ઝાંખુ દેખાવા માંડ્યું હતું. બાદમાં તેણે બીજો હાથ જોરથી ખેંચતાં હાથનું હાડકુ ખભેથી ખસી ગયું હતું. ભીખો તથા બીજા કેદીઓએ પણ ઢીકા-પાટુનો માર મારી જમીન પર પછાડી દીધો હતો. તેણે રાડારાડી કરતાં બીજા કેદીઓ અને જેલનો સ્ટાફ આવી જતાં તેને છોડાવ્યો હતો અને જેલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ઇશાનના કહેવા મુજબ તે ત્રણેક વર્ષ પહેલા માંગરોળના એક મર્ડર કેસમાં રાજકોટ જેલમાં હતો ત્યારે કેદીઓ ભીખા અને સંજય  સાથે ઝઘડો-બોલાચાલી થયા હતાં. હવે પોતે ૩૦૭ના ગુનામાં ફરીથી જેલમાં આવતાં ભીખા અને સંજયએ અગાઉના મનદુઃખનો ખાર રાખી બીજા કેદીઓ સાથે મળી મંડળી રચી હુમલો કર્યો હતો.

પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ ગુનો નોંધી જેલમાંથી આરોપીઓનો કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી છે.

(12:01 pm IST)
  • ગુજરાતમાં સૌપ્રથમ વાર અમદાવાદના મેયરે-મ્યુનિસીપલ કમિશ્નર ઉપયોગમાં લેશે ઇલેકટ્રીક કાર ટાટા કંપનીની ઇલેકટ્રીક કાર જેની કિંમત ૧૨ લાખની છે તેવી બે ઇલેકટ્રીક કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદીઃ એક વખત ફુલ ચાર્જ થયા બાદ ૧૨૦ કિલોમીટર સુધી ચાલશેઃ મેયર અને કમીશ્નર આ ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરશે access_time 3:59 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ધૂળની ભારે આંધીઃ વિજળીનો આતંકઃ ૧૩ મોતઃ ર૧ ઘાયલ access_time 3:34 pm IST

  • અમિત શાહની સુરક્ષા વધારાઈ : ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ access_time 6:18 pm IST