Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

હલેન્ડામાં પટેલ પરિવારના ઘરમાં ૪ાા લાખની ચોરી

અગાઉ બનેલા ચોરીના બનાવોમાં ભેદ ખુલ્યા નથી ત્યાં ફરીથી ચોરટાઓ પડકાર ફેંકી ગયા : અશોકભાઇ સાવલીયા રાત્રે ત્રણ વાગ્યે પરિવારજનોને લઇ વાડીએ પાણી વાળવા ગયા ને સવારે છ વાગ્યે પરત આવ્યા ત્યાં સુધીમાં હાથફેરોઃ ૧૬ તોલા સોનાના દાગીના તથા રોકડનો હાથફેરોઃ ટીવી દિવાલમાંથી ખેંચતી વખતે તૂટી ગયું: પોલીસે ડોગ સ્કવોડ બોલાવી તપાસ શરૂ કરી :ફ્રિઝમાંથી ત્રણ લિટર દૂધની બરણી પણ ચોરતા ગયા!

જ્યાં ચોરી થઇ તે મકાન, અંદર બધો વેરવિખેર સામાન, પલંગ પર ચીજવસ્તુઓ, તૂટેલા કબાટ જોઇ શકાય છે. તસ્વીરો ત્રંબાથી જી.એન. જાદવે મોકલી હતી.

રાજકોટ તા. ૭: સરધાર તાબેના હલેન્ડામાં વધુ એક વખત તસ્કરો તરખાટ મચાવી પોલીસને પડકાર ફેંકી ગયા છે. લેઉવા પટેલ પરિવારના સભ્યો રાત્રે ત્રણ વાગ્યે ઘરને તાળા લગાવી વાડીએ પાણી વાળવા ગયા ત્યારે રેઢા મકાનમાં ત્રાટકી ચોરટાઓ દાગીના-રોકડ મળી અંદાજે સાડા ચાર લાખની મત્તા ઉસેડી ગયા હતાં.

જાણવા મળ્યા મુજબ હલેન્ડામાં રહેતાં અશોકભાઇ બાબુભાઇ સાવલીયા નામના પટેલ ખેડૂતે પોતાના ઘરમાં ચોરી થયાની જાણ કરતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પહોંચ્યો હતો. અશોકભાઇના કહેવા મુજબ પોતે, પત્નિ, પુત્રી સહિતના પરિવારજનો સવારે ત્રણ વાગ્યે ઘરની ઓસરીના જાળીને અને મુખ્ય ડેલાને તાળા મારી વાડીએ પાણી વાળવા ગયા હતાં. સવારે છએક વાગ્યે પરત આવ્યા ત્યારે બંને તાળા તૂટેલા જોવા મળ્યા હતાં. ઘરમાં જઇ તપાસ કરતાં કબાટો વેરવિખેર દેખાયા હતાં.

તસ્કરો ૯ હજાર રોકડા, ૧૬ તોલા સોનાના દાગીના મળી સાડા ચારેક લાખની મત્તા ચોરી ગયા છે. દિવાલમાં ચીપકાવાયેલુ ૩૨ ઇંચનું એલઇડી ટીવી ખેંચી કાઢવા પણ તસ્કરોએ પ્રયાસ કર્યો હતો. જો કે ટીવી ખેંચતી વખતે તૂટી જતાં તે છોડીને જતાં રહ્યા હતાં. એટલુ જ નહિ તસ્કરો ફ્રીઝમાંથી ત્રણ લિટર દૂધ ભરેલી બરણી પણ ચોરતાં ગયા હતાં! હલેન્ડામાં મુખ્ય માર્ગ પર જ ત્રણ કલાક રેઢા રહેલા મકાનમાં આ ચોરીનો બનાવ બન્યાની જાણ થતાં સરપંચ વનરાજભાઇ ગરૈયા સહિતના દોડી આવ્યા હતાં. આજીડેમ પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને સાથે રાખી તપાસ શરૂ કરી હતી.

હલેન્ડામાં અગાઉ પણ ચોરીના ત્રણેક બનાવ બન્યા છે. જેનો ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યાં બીજી મોટી મત્તાની ચોરીનો બનાવ બન્યો છે. આ કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે.  

 

(11:50 am IST)
  • બજેટ પછી તુરત ઇવી પોલીસી જાહેર કરશે મોદી સરકાર : એપ્રિલ ૨૦૨૬થી કોર્મશીયલ વપરાશ માટે વેચાણ થનાર તમામ મોટરકારો ફરજીયાત પણે ઇલેકટ્રીક કાર હશેઃ ઉબેર અને ઓલા ટેકસીઓને તેની ૪૦ ટકા મોટરકારો એપ્રિલ ૨૦૨૬ સુધીમાં ઇલેકટ્રીક કારમાં રૂપાંતરીત કરવાના સરકાર હુકમો કરશે. કેન્દ્રીય બજેટ પછી મોદી સરકાર તુરત ઇવી-ઇલેકટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરશે access_time 1:22 pm IST

  • અમદાવાદના ખાનપુર ખાતે મહિલા કોંગ્રેસનો વિરોધ : ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસે આવેદન પત્ર આપી અને બલરામ થાવાણીના રાજીનામાની કરી માંગ : બલરામ થાવાણીએ એક મહિલાને માર માર્યો હતો ત્યાર બાદ બંને પક્ષે સમાધાન થયેલ : આ બાબતે મહિલા કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતું access_time 6:17 pm IST

  • એમપીના ચીફ જસ્ટિસ તરીકે રવિશંકર જહાની નિમણૂક:મધ્યપ્રદેશના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કેન્દ્ર સરકારે જસ્ટિસ રવિશંકર જહાની વરણી કરી છે. access_time 12:42 am IST