Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

રાજકોટના બંગડી બજારમાં લાલાભાઈના ભોંયરામાં લિફ્ટમાં ફસાઈ જતા કેતન અગ્રાવતનું કરૂણમોત

 

રાજકોટની બગડીબજારમાં આવેલ લાલાભાઈના ભોંયરામાં લિફ્ટમાં ફાસાઈ જતા યુવાનનું કરૂણમોત નીપજ્યું છે

  અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. લખાય છે  ત્યારે  યુવકનો મૃતદેહ પડ્યો છે. લિફ્ટ બ્રેકરને બોલાવવામાં આવ્યા છે ત્યારબાદ મૃતદેહને બહાર કાઢવામાં આવશે.

   મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં લાલાભાઇના ભોંયરા પાસેની ઇમારતમાં બનાવ બન્યો છે. જ્યાં લિફ્ટમાં ફસાઇ જતાં કેતન અગ્રાવત નામના કર્મચારીનું મોત નીપજ્યું છે. અંગે ફાયર બ્રિગેડને જાણ કરાંતા બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ લઇને ઘટના સ્થળે પહોંચ્યું છે. ફાયરના જવાનોએ લિફ્ટમાંથી કેતનના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથધરી છે.

(9:43 pm IST)