Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

બળાત્કારના ગુનામાં સંડોવાયેલા મહંતનો આપઘાત

૨૦૧૫માં રૈયાધારના જોકીયા હનુમાન મંદિરના મહંત મગનદાસ નિમાવત ઉર્ફ જોકીયા બાપુએ મહિલાને 'તારા પતિને ધંધો નથી ચાલતો તે માટે વિધી કરવી પડશે...કહી ન કરવાનું કર્યુ હતું: ચાર મહિના જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા'તાઃ બે વર્ષથી કેસ ચાલતો'તો : મહંત મગનદાસ નિમાવત ઉર્ફ જોકીયા બાપુ (ઉ.૭૩)એ સ્યુસાઇડ નોટમાં લખ્યું- મારા પર રેપનો ખોટો કેસ થયો હતો, સામે વાળા ૨૫ લાખ માંગી ધમકી આપતાં હતાં, મારે પૈસા કયાંથી આપવા?: મંદિરના છાપરાની આડીમાં લટકીને જિંદગી ટૂંકાવી

મહંતે માંગ્યું મોતઃ રૈયાધારમાં વીડી પાસે આવેલી જોકીયા હનુમાનજી મંદિરની જગ્યાના મહંત મગનદાસ મોહનદાસ નિમાવત (ઉ.૭૩)એ આ જગ્યાના છાપરામાં લટકીને જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તસ્વીરમાં મહંતનો લટકતો નિષ્પ્રાણ દેહ, મંદિર, કાર્યવાહી માટ ેપહેોંચેલી પોલીસ, મૃતક મહંતના પરિવારજનો તથા બીજા લોકો અને ઉપર મહંતનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૭: રૈયાધાર પાછળ જોકીયા હનુમાન મંદિરના પૂજારી ૭૩ વર્ષિય મગનદાસ મોહનદાસ નિમાવત ઉર્ફ જોકીયા બાપુએ આજે મંદિર પટાંગણમાં આવેલા છાપરાના એંગલમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત કરનારા આ મહંત વિરૂધ્ધ બે વર્ષ પહેલા મંદિરે દર્શન કરવા આવતી ૩૦ વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધાતા ધરપકડ થઇ હતી અને ચારેક મહિના જેલમાં રહ્યા બાદ જામીન મુકત થયા હતાં. હાલમાં આ કેસ ચાલુ હતું. મહંતે આપઘાત પૂર્વે એક ચિઠ્ઠી લખી છે જેમાં ફરિયાદ પક્ષ તરફથી ૨૫ લાખ માંગવામાં આવતાં હોવાથી ત્રાસી જઇ પગલું ભર્યાનો ઉલ્લેખ છે. આ અંગે પોલીસે તપાસ આરંભી છે.

જાણવા મળેલી માહિતી મુજબ રૈયાધારમાં આવેલી જોકીયા હનુમાનજી મંદિર-આશ્રમના મહંત મગનદાસ નિમાવતે મંદિરના પટાંગણના છાપરાના એંગલમાં દોરડુ બાંધી દેહ લટકાવી આપઘાત કરી લીધાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ પી.એ. ગોહેલ, એએસઆઇ ડી.વી. બાલાસરા, પ્રદિપભાઇ કોટક સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મહંત મગનદાસના પુત્ર દિનેશભાઇ નિમાવતે જણાવ્યું હતું કે મારા પિતા મગનદાસ પંદરેક વર્ષથી આ મંદિર-આશ્રમમાં રહી સેવા-પૂજા કરતાં હતાં. બે વર્ષ પહેલા મંદિરમાં દર્શનાર્થે આવતાં ૩૦ વર્ષિય એક મહિલાએ મારા પિતા મહંત મગનદાસ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં તેમની ધરપકડ થઇ હતી અને ચાર મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર મુકત થયા હતાં. હાલમાં આ કેસ ચાલુ છે.

પુત્ર દિનેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે મારા પિતાએ આપઘાત કરતાં પૂર્વે એક ચિઠ્ઠી લખી છે જે પોલીસે કબ્જે કરી છે. આ ચિઠ્ઠીમાં તેણે એવું લખ્યું છે કે પોતાના ઉપર રેપની ખોટી ફરિયાદ થઇ હતી અને ફરિયાદ પક્ષ તરફથી ૨૫ લાખ માંગવામાં આવે છે, પોતે આટલી રકમ કયાંથી આપે?...નીચે તેણે પોતાની સહી પણ કરી છે. ફરિયાદ પક્ષ તરફથી રકમ માંગી હેરાન કરવામાં આવતાં હોવાથી  તે આ પગલુ ભરવા મજબુર થયા છે. દિનેશભાઇના આક્ષેપો અંગે પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ ગોહેલ, એએસઆઇ બાલાસરા, પ્રદિપભાઇ સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

આપઘાત કરનાર મહંત મગનદાસ નિમાવત ચાર ભાઇ અને પાંચ બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્નિનું નામ મંજુલાબેન છે. મગનદાસ પંદરેક વર્ષથી જોકીયા હનુમાનજી મંદિર-આશ્રમની જગ્યામાં રહી સેવાપુજા કરતાં હતાં. મોટે ભાગે તે અહિ જ રહેતાં હતાં. કયારેક ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં પુત્ર-પત્નિના ઘરે આંટો મારવા જતાં હતાં.   રાત્રે કોઇપણ સમયે તેમણે આ પગલુ ભરી લીધુ હતું. સવારે કોઇ દર્શનાર્થી મંદિરે આવતાં તેને ઘટનાની જાણ થતાં તેના પરિવારજનોને અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. (

રૈયાધારમાં ચકચાર

મહંત પિતાના આપઘાત બાબતે વિગતો જણાવતાં પુત્ર દિનેશભાઇ નિમાવત બે વર્ષ પહેલા મહંત વિરૂધ્ધ નોંધાયેલી એફઆઇઆરની વિગત

.જે તે વખતે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પતિ અને ત્રણ સંતાન સાથે રહુ છું. મારા પતિ છૂટક મજૂરી કરે છે. પરંતુ હમણા છએક માસથી મજૂરી કામ બરાબર મળતું ન હોઇ હું એક સગા મારફત રૈયાધાર પાછળ જોકીયા હનુમાન મંદરે ગઇ હતી. ત્યાં દર મંગળવારે અને શનીવારે અમે દર્શન કરવા જતાં હતાં. જો કે હજુ પણ મારા પતિને મજૂરી કામ મળતું નહોતું. દરમિયાન  એક દિવસે સવારે હું અને મારા પતિ ત્યાં ફરીથી જતાં જોડીયા બાપુએ મને કહેલ કે તારા શરીરમાં મેલુ છે...એ જ્યાં સુધી નીકળશે નહિ ત્યાં સુધી તું અને તારો ઘરવાળ ોહેરાન થશો, આ માટે ઉતાર કરવો પડશે. તમે વિધીની સામગ્રી લઇને રાત્રે આવજો.

આમ કહેતાં અમે ત્યાંથી નીકળી ગયા હતાં અને વાત થયા મુજબ ઉતારની સામગ્રી લઇ અમે રાત્રે જોડીયા બાપુના મંદિરે પહોંચી ગયા હતાં. અહિ બાપુએ મને બેસાડી હતી અને બાદમાં તે તલવાર લઇને આવ્યા હતાં અને મને તથા મારા પતિને મંદિરમાં બોલાવ્યા હતાં. જ્યાં મને બેસાડીને ઉતારની વસ્તુઓ ફેરવી વિધી કરી હતી. બાદમાં તે ઉતારની વસ્તુ  લઇ બહાર જતા રહ્યા હતાં અને ત્યાર પછી મને બાજુના રૂમમાં બીજી વિધી કરવા માટે લઇ જવામાં આવી હતી. આ વખતે મારા પતિ અને મારા નાનકડા દિકરાને બહાર જ રહેવાનું કહેવાયું હતું.

ભોગ બનનાર મહિલાએ આગળ જણાવ્યું હતું કે બાદમાં જોડીયા બાપુએ બારણું અંદરથી બંધ કરી દીધુ હતું અને મને કપડા કાઢી નાંખવાનું કહ્યું હતું. મેં તેને કપડા કાઢવાની શું જરૂર છે? તેમ પુછતાં તેણે કહેલ કે તારા શરીરમાં જે છે તે કાઢવા માટે આમ કરવું પડશે અને મારે તારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે. તેના કહેવાથી મેં અનિચ્છાએ કપડા કાઢ્યા હતાં. મને ઉભી રાખી દઇ દોરાથી શરીરનું માપ કરેલ અને બાદમાં તેણે મને શાલ ઓઢી બેસી જવા કહેલ. તે થોડીવાર બહાર ગયેલ અને ફરીથી અંદર આવેલ. બાદમાં મારી સાથે બળજબરી કરી હતી. એ વખતે મારા દિકરાનો રડવાનો અવાજ આવતાં મેં તેને મને બહાર જવા દો તેમ કહેતાં બાપુએ કહેલ કે કાર્ય પુરૂ કર્યા વગર જઇશ તો તારા શરીરમાંથી જે મેલુ નીકળવાનું છે તે પાછુ આવી જશે! આમ કહી તેણે શરીર સંબંધ બાંધ્યો હતો.  ત્યારબાદ બાપુએ મને તું કોઇને કહીશ તો ઉતાર પાછો આવી જશે તેમ કહી બહાર જવાનું કહેતાં હું કપડા પહેરી બહાર આવી હતી. મારા પતિએ મને પુછતાં મેં તેને સાચી વાત જણાવી દેતાં મારા પતિ જોડીયા બાપુ પાસે ગયા હતાં અને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ એફઆઇઆર પરથી જે તે વખતે મહંતની ધરપકડ થઇ હતી.

એએસઆઇ બાલાસરા કહે છે-ચિઠ્ઠીના અક્ષર બરાબર ઉકલતા નથીઃ મૃતક મહંતના પુત્રએ કહ્યું-ચિઠ્ઠીમાં ૨૫ લાખ માંગતા હોવાનો ઉલ્લેખ

ઘટના સ્થળે પહોંચેલા તપાસનીશ એએસઆઇ વી. ડી. બાલાસરાએ જણાવ્યું હતું કે મહંત પાસેથી મળેલી ચિઠ્ઠીમાં પાંચેક લાઇનો લખેલી છે. પણ અક્ષરો સ્પષ્ટ ઉકલતાં નથી. આક્ષેપો બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. જ્યારે આપઘાત કરનાર મહંતના પુત્ર દિનેશભાઇએ જણાવ્યું હતું કે મેં ચિઠ્ઠી વાંચી છે અને એ અક્ષર મારા પિતાના જ છે. તેમાં સામેવાળા એટલે કે બળાત્કારની ફરિયાદ કરી એ પક્ષના લોકો ૨૫ લાખ માંગતા હોવાનો ઉલ્લેખ છે.

બળાત્કારની ઘટના વખતે મહંતના પુત્રો સહિતનાએ ભોગ બનનાર મહિલાના પતિ ઉપર હુમલો કર્યો'તો

૭-૧૨-૨૦૧૫ના રોજ બળાત્કારની ફરિયાદ દાખલ થઇ એ વખતે મહિલાના પતિને મહંત, તેના પુત્ર સહિતનાએ  મારકુટ કરી હોઇ તે અંગે અલગ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પણ પાંચને સકંજામાં લેવામાં આવ્યા છે. જેમાં જોકીયા બાપુના પુત્ર દિનેશ ભાઇ મગનદાસ નિમાવત (ઉ.૪૪-રહે. ગાંધીગ્રામ, શાસ્ત્રીનગર), રવી દિનેશભાઇ નિમાવત (ઉ.૨૦-રહે. શાસ્ત્રીનગર-૧૭) તથા ઘંટેશ્વરના અજયરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.૩૩), શકિતસિંહ લાલુભા જાડેજા (ઉ.૪૦) તથા દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.૪૦)ની સામે કાર્યવાહી થઇ હતી.

(4:33 pm IST)