Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પટેલ પરણિતા પ્રાંચીબેન આપઘાતના કેસમાં પતિ અને સસરાની જામીન અરજી મંજુર

રાજકોટ તા ૭ :  આ કેસની વિગત એવી છે કેે ગત તા ૧૯-૬-૧૭ ના ઘાંટીલાના ઘનશ્યામભાઇ ભુરજીભાઇ વિડજાએ હળવદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે, પોતાની પુત્રી સંતોષ ઉર્ફે પ્રાંચીબેન તેના સાસુ જોશનાબેન, સસરા પ્રવિણભાઇ માવજીભાઇ,  પતિ ચેતન્ય વાઘરોડીયા એમ ત્રણેય અવાર નવાર ટી.વી.ફ્રીઝ, સેટી પલંગ પીયરથી લાવવા માંગણી કરી મારકુટ કરતા ત્રાસથી કંટાળી સાસરે પાણીના ટાંકામાં પડી આપઘાત કરવાની ફરજ પડી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪-બી,૩૦૬,૪૯૮ એ નો ગુનો નોંધ્યો હતો.

સમગ્ર કડવા પટેલ સમાજમાં 'ટોક ઓફ ધી ટાઉન' બનેલા આ ચકચારી કિસ્સામાં પીયરીયાનો આક્રોશ એવો હતો કે માત્ર ત્રણ મહીનાના લગ્ન જીવનમાં જ સાસરીયાઓ ની દહેજ ભુખને કારણે પ્રાંચીને જાન દઇ દેવો પડયો હતો. પીયરીયાઓ પાસેથી કિંમતી ચીજવસ્તુઓ પડાવવા સાસરીયાઓએ આપેલ અમાનવીય ત્રાસનું વર્ણન કરતા જણાવાયું હતું કે આપઘાતના દિવસે જ સવારે પ્રાંચીના બનેવીએ તેની સાથે વાત કરી ત્યારે પણ દહેજ ભુખ્યા સાસરીયાઓએ દહેજની માંગણી કરી હતી તથા ધમકીઓ આપી હતી.

પોલીસે દહેજની માંગણીઓના ગંભીર ગુન્હામાં પ્રાંચીના સાસુ, સસરા, પતિની ધરપકડ કરતા તમામે એડવોકેટ શ્રી અભય ભારદ્વાજ, વિજયભાઇ જાની મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી જેમાં સાસુ સિવાય કોઇને જામીન આપવા સેશન્સ અદાલતે ઇન્કાર કરતા આરોપીઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરતા કાગળોને તથા સારીયા નહીં પરંતુ ખુદના બનેવીના કારણે પ્રંચીને આપઘાત કરવો પડયાનાં આરોપીના બચાવને ધ્યાને લઇ સસરા તથા પતિ ને રૂપિયા દશ-દશ હજારના જામીન પર છોડવા હુકમ કર્યો હતો.

હળવદના તમામ આરોપીઓ તરફે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગોૈતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, સુમીત વોરા, અમૃતા ભારદ્વાજ, ગોૈરાંગ ગોકાણી તથા હળવદના શ્રી વિજયભાઇ જાની રોકાયેલા હતા. (૩.૧૫)

(4:32 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • ૨૦૦૨ના વસુલી મામલે ગેંગસ્ટર અબુ સલેમને ૭ વર્ષની કેદઃ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંભળાવી સજા access_time 4:19 pm IST

  • પ્લાસ્ટિકની બોટલ્સ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશો તો રિટર્નમાં મળશે 1 રૂપિયો: પાણી, ઠંડા પીણા સહિતની પોલિથિલિન ટેરેફ્થાલેટ (PET)- પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજ્યભરમાં રીવર્સ વેન્ડિંગ મશીન (RYM) લગાવાશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત access_time 1:16 am IST