Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પદ્માવત ફિલ્મના રીલીઝ સમયે આંદોલનના કારણે થયેલ FIR પાછી ખેંચોઃ કલેકટરને આવેદન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રજૂઆતો કરાઇ

રાજકોટ, તા.૭: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનોએ પદ્માવત ફિલ્મ રીલીઝના વિરૂધ્ધમાં આંદોલનના કારણે કરવામાં આવેલ એફ.આઇ.આર. પાછી લેવા બાબતે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, આ વર્ષની શરૂઆતના મહિનામાં ક્ષત્રિય સમુદાય અને હિન્દુ ભારતીય સમાજની માન-મર્યાદા અને ભાવનાઓની વિરૂધ્ધ મુંબઇના ફિલ્મ નિર્માતા નિર્દેશક સંજય ભંસાલી દ્વારા હિન્દુ ફિલ્મ પદ્માવતી (પદ્માવત) રીલીઝના કારણે આખા ભારતવર્ષમાં આંદોલન કરવામાં આવેલ હતું.

તો આપને વિનંતી છે કે, ઉપરોકત ફિલ્મ રીલીઝના વિરોધમાં આંદોલન પહેલા શાસન, પ્રશાસનની વિભિન્ન સરકારી એજન્સીઓના ક્ષત્રિય હિન્દુ સમાજને સંગઠનો અને અમારા નેતૃત્વ હેઠળ સંપૂર્ણ ભારતવર્ષમાં જયાં ફિલ્મ રીલીઝના વિરૂધ્ધમાં ધ્યાનાકર્ષણ કરાવીને ઉકત ફિલ્મ ઉપર સંપૂર્ણ બેન મારવાની માંગણી કરેલ હતી.

પરંતુ અનેક સ્થળો ઉપર ફિલ્મ રીલીઝ કરીને આ ફિલ્મ નિર્માતા કંપની અને તેના પ્રતિનિધિઓ/ સમર્થકો દ્વારા ક્ષત્રિય/ હિન્દુ નાગરીકને આંદોલન તથા વિરોધ પ્રદર્શન કરવા માટે ભાવનાત્મક હુમલાઓ કરીને વારંવાર ઉશ્કેર્યા હતા, આ બાબતમાં જે જે  એફ.આઇ.આર થઇ છે, તે પાછી લેવા માંગણી છે. (૨૩.૧૩)

(4:31 pm IST)