Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા યોજાયો ૪૪ મો ખેલકુદ અને લલિતકલા ઉત્સવ

વિશ્વ કર્મા કેળવણી મંડળ દ્વારા તાજેતરમાં ૪૪ મો ખેલકુદ અને લલિતકલા ઉત્સવ યોજવામાં આવેલ. જેમાં ગુર્જર સુતાર સમાજના ૪૦૦ થી વધુ બાળકો, ભાઇ બહેનોએ છ દિવસ સુધી ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાના પટાંગણમાં યોજાયેલ આ રમતોત્સવ અંતર્ગત ચેસ, કેરમ, ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલ અને પ્રથમ ત્રણ વિજેતાને ઇનામો અપાયા હતા. સ્પોન્સર અને મુખ્ય મહેમાન ઓમેગા મશીનીંગ સોલ્યુશનવાળા હેમંતભાઇ રતિભાઇ સંચાણીયા ઉપસ્થિત રહેલ. જયારે બીજા દિવસે પોટેટો રેસ, લીંબુ ચમચી, લોટ ફુંક, કોથળા રેસ, મ્યુઝીકલ ચેર, દોરડા કુદ સહીતની ૨૦ મેદાની રમતો રમાડવામાં આવી હતી. આ રમતોના પ્રથમ ત્રણ વિજેતાઓને મોમેન્ટો અને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. જયારે ચારથી છ સુધીનો ક્રમ મેળવનારને આશ્વાસન ઇનામો અપાયા હતા. ટ્રસ્ટી પ્રવિણભાઇ અઘારા દ્વારા દરેક બાળકોને બીસ્કીટનું વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમના સ્પોન્સર રવિ ગ્લાસ એન્ડ મેટલવાળા શૈલેષભાઇ પ્રભુભાઇ ખંભાયતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ. ત્રીજા દિવસે રાત્રે સંગીત સંધ્યાનું આયોજન કરાયુ હતુ. જેમાં સુથાર સમાજના ભાઇ બહેનો દ્વારા નવા જુના ફિલ્મી ગીતો રજુ કરાયા હતા. આ કાર્યક્રમના સ્પોન્સર સી-પોઇન્ટ, કોમ્પ્યુટર હાર્ડવેર સોફટવેરવાળા મનીષભાઇ ગજજર (ધ્રાંગધરીયા), સરજુભાઇ ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેલ. એન્કરીંગ કિશોરભાઇ બદ્રકીયાએ કરેલ. ત્યાર પછીના દિવસે ફિલ્મી ગીત આધારીત ડાન્સનો 'બુગી વુગી' કાર્યક્રમ ગોઠવાયો હતો. જેમાં ૫૩ લોકોએ સીંગલ અને ગ્રુપમાં ડાન્સમાં ભાગ લીધો હતો. લાઇટીંગ સાઉન્ડની સેવા રાજુભાઇ પીલોજપરાએ આપી હતી. કાર્યક્રમમાં સ્પોન્સર હાર્ડવેર ખજાનાવાળા શંકરભાઇ દેવજીભાઇ બાર અને હેમંતભાઇ પાણકુરા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દરેક બાળ કલાકારોઅને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. ત્યાર પછીના દિવસે સાંસ્કૃીતક અને મનોરંજક કાર્યક્રમ ભાગ-૧ માં ગજજર સખી વૃંદ સંચાલિત 'સંસ્કૃતિ રંગ માહિમ' શીર્ષકતળે થયેલ. જેમાં મુંબઇના ગ્રુપની અનોખી કલા અને મહારાષ્ટ્રીયન લોકનૃત્ય રજુ થયેલ. સાથે ગજજર ગ્રુપના બહેનોએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમના સ્પોન્સર પ્રદિપભાઇ કાંતિભાઇ કરગથરા તથા મંગલમ ગ્રુપ રહેલ. મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી પ્રજ્ઞાબેન ગજજર - પોરબંદર તથા શ્રીમતી ચંદ્રીકાબેન પ્રદિપભાઇ કરગથરા ઉપસ્થિત રહેલ.  એજ રીતે ભાગ-ર માં સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમ થયેલ તેમાં બાળકોએ વિવિધ વેશભુષા ધારણી કરી હતી. શાસ્ત્રીય નૃતય, યોગાસન, મોનો એકટીંગ, ગીત, આરતી, રાષ્ટ્રીય ગીત, લોક ગીત, સમુહ નૃત્ય, કરાટે વગેરે આઇટેમો રજુ થયેલ. પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. કાર્યક્રમના સ્પોન્સર ઝાંખી કેડ કેમવાળા ગીરધરભાઇ વલ્લભભાઇ વિશરોલીયા, દિપેનભાઇ વિશરોલીયા મુખ્યમહેમાન તરીકે બિરાજયા હતા. આ  દિવસે મુખ્ય દાતા શ્રીમાળી લતાબેન રસીકભાઇ વાલંભીયા-લંડનનો જન્મ દિવસ હોય કેક કાપી ઉજવણી કરાયેલ. બાળકોને ચોકલેટ અપાઇ હતી. ઉત્સવી કાર્યક્રમમાં દરરોજ સુથાર સમાજની જુદી જુદી સંસ્થાના હોદેદારો જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર ઉત્સવી આયોજનને સફળ બૃનાવવા સંસ્થાના અધ્યક્ષ કિશોરભાઇ જાદવાણી, પ્રમુખ ચમનભાઇ ગોવિંદીયા, મંત્રી નટવરભાઇ ભારદીયા, ઉપપ્રમુખ કમલેશભાઇ ભારદીયા, નિલેષભાઇ આમરણીયા, જનકભાઇ વડગામા, હરેશભાઇ ખંભાયતા, પ્રકાશભાઇ દુદકીયા, વસંતભાઇ ભાલારા, ચંદ્રેશભાઇ ખંભાયતા, મહેશભાઇ વડગામા, જયસુખભાઇ ઘોરેચા, ભરતભાઇખારેચા, જયંતિભાઇ તલાસાણીયા, પ્રવિણભાઇ અઘારા, અરવિંદભાઇ ત્રેટીયા, વિનયભાઇ તલસાણીયા તથા કાર્યકરો પ્રમોદભાઇ બદ્રકીયા, અનિલભાઇ સાંકડેચા, નરેન્દ્રભાઇ ધ્રાંગધરીયા, અશ્વિનભાઇ આમરણીયા, અજયભાઇ દુદકીયા, કમલેશભાઇ અંબાસણા, નિલેષ અંબાસણા, હર્ષદભાઇ બકરાણીયા, વસંતભાઇ ભેસાણીયા, શૈલેષભાઇ ખંભાયતા, જયેશભાઇ વાલંભીયા, દિવ્યેશ ધ્રાંગધરીયા, પરાગ વડગામા, પ્રવિણભાઇ ધ્રાંગધરીયા, કમલભાઇ અનોવાડીયા, સંજયભાઇ પંચાસરા, ધર્મેશ ઘોરેચા, કલ્પેશ વાડેસા, કવિલ ગોવિંદીયા, મનીષ અખીયાણા, અમિત વડગામા, નિલેષ વડગામા વગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૩)

(4:30 pm IST)