Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ત્રણ દાયકાથી વધુ સમય દર્દીઓની સચોટ અને સફળ સારવાર કરનાર નિષ્ણાંત અનુભવી તબીબો હવે એચસીજી હોસ્પિટલમાં

ડો. સુધીર ભીમાણી, ડો. ગીરીશ પટેલ, ડો.ભરત પારેખ, ડો. સંજય ભટ્ટ, ડો. વિનોદ રાખોલીયા, ડો. એન.જી. લાડાણી, ડો.યોગેશ મહેતા, ડો.પ્રશાંત ત્રિવેદી, ડો.બંકીમચંદ્ર થાનકી, ડો.રાજેન્દ્ર સાગર પરિચયની પાંખે

ડો. સુધીર ભીમાણી

(મો.૯૮૨૪૨ ૧૩૬૧૬)

એમબીબીએસ, એમડી કન્સલ્ટન્ટ, કાર્ડિયોલોજી : અનુભવ-ર૮ વર્ષ ધરાવે છે.

ડો. સુધીર ભીમાણીએ ગુજરાતના જામનગરની પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્સ્ટિટયૂટમાંથી એમબીબીએસ અને મેડિસિનમાં એમડીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ કાર્ડિયોલોજીમાં ફેલોશીપ પ્રોગ્રામ માટે મુંબઇ ગયા હતા અને 'ફાધર ઓફ ઇકો કાર્ડિયોગ્રાફી'- ડો. નવીન નંદા દ્વારા યુનિવર્સિટી ઓફ અલાબામાં ખાતે આયોજિત પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પ્રોગ્રામમાં ઇકોકાર્ડિયોગ્રાફરની તાલીમ લેવા માટે ગયા હતા. તેમણે ટ્રાન્સથોરેસિસની વ્યાપક તાલીમ પણ લીધી છે. તેમણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કલર ડોપલર ઇકોકાર્ડિયોગ્રાફીની પહેલ કરી છે ને તેઓ રાજકોટમાં અગ્રણી પ્રેકિટસિંગ કાર્ડિયોલોજિસ્ટ્સમાંના એક છે તેઓ રપ વર્ષથી નોન-ઇન્વેસિવ કાર્ડિયોલોજી પર કામ કરી રહ્યા છે. તેઓને કિલનિકલ કાર્ડિયોલોજી અને નોન-ઇન્વેસિવ કાર્ડિયોલોજીમાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ), એપીઆઇ, એપીજી, એપીઆર અને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ઇકોકાર્ડિયોગ્રાફીમાં સક્રિય અને આજીવન સભ્ય છે.

ડો.બંકિમચંદ્ર થાનકી

(મો.૯૮૨૪૨ ૩૫૧૩૬)

એમબીબીએસ, એમએસ, ફેલોશીપ-ઇન્ડિયન એસોસિએશન ઓફ જીઆઇ સર્જરીમાં કન્સલ્ટન્ટ-જનરલ સર્જરી, ૩૮ વર્ષ બહોળો અનુભવ ધરાવે છે.

ડો. બંકીમચંદ્ર થાનકીએ પ્રખ્યાત મેડિકલ ઇન્સ્ટિટયૂટમાંથી એમીબીબીએસ અને એમએસ ઇન જનરલ સર્જરીનો અભ્યાસ કર્યો છે અને વર્ષ ર૦૦૯માં, તેમણે જીઆઇ સર્જરીમાં ફેલોશીપ પ્રાપ્ત કરી છે. તેઓ ૩૮ વર્ષથી પ્રેકિટસ કરી રહ્યા છે અને ૯ વર્ષ માટે જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલમાં ફુલ ટાઇમ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી ચૂકયા છે. તેઓ સૌરાષ્ટ્રમાં લેપ્રોસ્કિોપિક સર્જરીની પહેલ કરનારી ટીમનો હિસ્સો રહી ચૂકયા છે. તેઓની ખાસ રૂચિ એડવાન્સ્ડ ઓપન અને લેપ્રોસ્કોપિક સર્જરીમાં રહેલી છે. ડો.બંકીમચંદ્ર થાનકીની સર્જરી શ્રેષ્ઠ ગણાય છે. તેઓ ૪ દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે.

ડો. એન. જી.લાડાણી

(મો.૯૮૨૫૧ ૭૯૫૦૧)

એમબીબીએસ, એમએસ કન્સલ્ટન્ટ-જનરલ સર્જરી અને મિનિમલ એકસેસ સર્જરી : અનુભવ-૩૦ વર્ષ

.ડો. લાડાણીએ વડોદરાની પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્સ્ટિટયૂટ્સમાંથી એમબીબીએસ અને જનરલ સર્જરીમાં એમએસનો અભ્યાસ કર્યો છે તેમણે ત્યાર બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ૩ વર્ષ માટે સર્જન તરીકે કામ કર્યુ હતું ત્યાર બાદ પ્રાઇવેટ પ્રેકિટસ શરૂ કરી હતી. તેઓ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લેપ્રોસ્કોપિક સર્જરીની પહેલ કરનારા તબીબોમાંના એક છે. તેઓ બેઝિક લેપ્રોસ્કોપિક સર્જરીસ ઉપરાંત લેપ્રોસ્કોપિક સર્જરીસ જેવી કે અપર અને લોઅર જીઆઇ સર્જરી, બેરિયાટ્રીક સર્જરી વગેરે પણ કરે છે અને તેઓની કોમ્પ્લેકસ લેપ્રોસ્કોપિક સર્જરીસ, કોલેસિસ્ટેકટોમી તથા બેરિયાટ્રીક સર્જરીમાં પારંગત છે.

ડો. ભરત પારેખ

(મો.૯૮૨૪૨ ૨૧૪૫૦)

એમબીબીએસ, એમડી, કન્સલ્ટન્ટ-ઇન્ટરનલ મેડિસિન, અનુભવ-૩૭ વર્ષનો અનુભવ ડો.ભરત પારેખે એમબીબીએસ અને ઇન્ટરનલ મેડિસિનમાં એમડીનો અભ્યાસ ગુજરાતમાં જામનગરની પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્સ્ટિટટૂટમાં કર્યો છે. તેઓ રાજકોટ ડાયાબિટિક એસોસિએશનના માનદ્દ કન્સલ્ટિંગ ફિઝિશિયન છે. ૧૯૮૩ થી તેમણે વિવિધ પ્રકાશનો અને પ્રેઝન્ટેશન્સ રજુ કર્યા છે. તેઓ ડાયાબિટીસ મેનેજમેન્ટ એન્ડ કેર, ક્રોનિક મેલિટસ ડિસીસ તથા જીરયાટ્રીક ડિસીસમાં ખાસ રૂચિ ધરાવે છ.ે તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ), એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયા અને રિસર્ચ સોસાયટી ફોર સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા (આરએસડીઆઇ)ના સક્રિય અને આજીવન સભ્ય છે.

ડો. સંજય ભટ્ટ

(મો.૯૮૨૪૨ ૨૧૮૭૩)

એમબીબીએસ, એમડી કન્સલ્ટ-ટ-ઇન્ટરનલ મેડિસિન : અનુભવ-રર વર્ષ

ડો. સંજય ભટ્ટે વડોદરાની પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્સ્ટિટયૂટમાંથી એમબીબીએસ અને ઇન્ટરનલ મેડિસિનનો અભ્યાસ ગોલ્ડ મેડલ સાથે કર્યો છે. તેઓ તમામ પ્રકારની મેડિકલ સમર્જન્સીસને મેનેજ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અનેક કોન્ફરન્સીસ તથા પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ સ્ટડીઝમાં સામેલ થઇ ચૂકયા છે. તેઓને ચેપી રોગો, એડલ્ટ ઇમ્યુનાઇઝેશન, રૂમેટોલોજી, પલ્મોનોલોજી અને ડાયાબિટીસ મેલિટસ અને કિટિકલ કેરમાં નિષ્ણાંત છે.

ડો. પ્રશાંત ત્રિવેદી

(મો.૯૮૨૪૨ ૩૨૦૮૦)

એમડી કન્સલ્ટન્ટ-ઇન્ટરનલ મેડિસિન : અનુભવ-૩૦ વર્ષ

ડો. પ્રશાંત ત્રિવેદીએ અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્સ્ટિટયુટમાંથી ઇન્ટરનલ મેડિસિનમાંથી એમડીનો અભ્યાસ ગોલ્ડ મેડલ સાથે કર્યો છે. તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં એચઆઇવી મેડિસિનમાં અગ્રણી રહ્યા છે અને તેમણે એચઆઇવી મેનેજમેન્ટ અને તેનો ફેલાવો અટકાવવા અંગેના અનેક વર્કશોપ અને સેમિનારર્સનું આયોજન કર્યું છે. તેઓ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી અને એચઆઇવીએમએઆઇ દ્વારા આયોજિત એચઆઇવી મેનેજમેન્ટ કોર્સમાં ભાગ લીધેલ છે. તેઓ ચેપી રોગો, એડલ્ટ ઇમ્યુનાઇઝેશન અને એચઆઇવી કેરના ક્ષેત્રોમાં ખાસ અનુભવ ધરાવે છે.

તેઓ આઇએમએ, એપીજી, એપીઆર, આઇડીએસએ, એચઆઇવીએમએ અને એચઆઇવીએમએઆઇના સક્રિય અને આજીવન સભ્ય છ.ે

ડો. ગિરીશ પટેલ

(મો.૯૩૭૪૧ ૦૦૩૮૮)

એમબીબીએસ, એમડી, અનુભવ-૩૦ વર્ષ ડો. ગિરીશ પટેલ ગુજરાતમાં જામનગર ખાતેની પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્સ્ટિટયુટમાંથી એમબીબીએસ અને ઇન્ટરનલ મેડિસિનનો અભ્યાસ કર્યો છે. તેઓ ૧૯૮૯ થી પ્રેકિટસ કરી રહ્યા છે અને તેઓ ક્રોનિક કેર, ડાયાબિટીસ, હાયપરટેન્શન, બ્રોન્કાયલ અસ્થમા અને સીઓપીડીમાં ખાસ રસ ધરાવે છે. તેઓ એપીઆઇ, આઇએમએ અને આઇડીએફમાં સક્રિય અને આજીવન સભ્ય છ.ે

ડો. વિનોદ રાખોલિયા

(મો.૯૮૨૪૨ ૪૮૦૯૯)

એમબીબીએસ, એમડી, કન્સલ્ટન્ટ-ઇન્ટરનલ મેડિસિન, અનુભવ-૩૦ વર્ષ

ડો. વિનોદ રાખોલીયાએ  જામનગરની પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્ટિટયૂટમાં એમબીબીએસ અને ઇન્ટરનલ મેડિસિનનો અભ્યાસ કર્યો છે. તેઓ ૧૯૮૬ થી પ્રેકિટસ કરી રહ્યા છે. અને ડાયાબિટીસ મેલિટસ, પાયરેકિસયા ઓફ અનનોઈન ઓરિજિન તથા ચેપી રોગોની સારવાર કરવામાં નિષ્ણાંત છે.

તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ), એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ રાજકોટ (એપીઆર) અને રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા (આરએસએસડીઆઇ)ના સક્રિય અને આજીવન સભ્ય છ.ે

ડો. રાજેન્દ્ર સાગર

(મો.૯૮૯૮૩ ૫૬૮૫૬)

એમબીબીએસ,એમએસ કન્સલ્ટન્ટ-જનરલ સર્જરીઅનુભવ-ર૦ વર્ષ ધરાવે છે.

ડો. રાજેન્દ્ર સાગરે અમદાવાદની યુનિવર્સિટીમાંથી એમબીબીએસ અને જનરલ સર્જરીમાં એમએસનો અભ્યાસ કર્યો છે ૧૯૮૮-૮૯ દરમિયાન તેમણે ઉના જિલ્લામાં ફુલ ટાઇમ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી હતી. તેમણે અનેક ક્રિટિકલ કેર કેસો હાથ પર લીધા હતા અને વિવિધ કૌશલ્ય તેઓ ધરાવે છે.વ્યાર પછી તેમણે ર૦૦૦માં લેપ્રોસ્કોપિક સર્જરીની પ્રેકિટસ શરૂ કરી હતી. તેઓ સૌરાષ્ટ્રના પ્રથમ રેડિએશન ઓન્કોલોજી યુનિટ અને સર્જિકલ આઇસીયુમાં સામેલ રહ્યા હતા અને તેઓ લેપ્રોસ્કોપિક સર્જરીસ અને વેજિનલ સર્જરીસમાં ખાસ રૂચિ ધરાવે  છે.

ડો. યોગેશ મહેતા

(મો.૯૮૨૫૦ ૭૪૬૩૫)

એમબીબીએસ, એમએસ, એફઆઇએજીઇએસ અને એફએમએએસ

કન્સલ્ટન્ટ-જનરલ સર્જરી અને એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી, અનુભવ-૩૦ વર્ષ ધરાવે છે.

ડો. યોગેશ મહેતા જામનગરની પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્સ્ટિટયૂટમાંથી એમીબીએસ અને જનરલ સર્જરીમાં એમએસનો અભ્યાસ ઉચ્ચ પ્રદર્શન સાથે કર્યો છે. ત્યાર પછી તેઓ ૧૦ વર્ષ માટે રાજકોટમાં સ્થિત હોસ્પિટલમાં સર્જિકલ વિભાગમાં હેડ તરીકે રહ્યા હતા અને એ દરમિયાન તેમણે દિલ્હી અને કોઇમ્બતુરમાં બેઝિક તથા એડવાન્સ્ડ લેપ્રોસ્કોપિની તાલીમ લીધી હતી. તેઓ બેરિયાટ્રીક સર્જરી માટે ન્યુયોર્ક પણ ગયા હતા. તેમને અનેક એકેડેમિક પેપર પ્રેઝન્ટેશન્સ માટે એવોર્ડ્સ મળ્યા છે અને તેઓને ફેકલ્ટી તરીકે અનેક રાજય અને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં આમંત્રણ મળી ચૂકયા છે તેમને એડવાન્સ્ડ લેપ્રોસ્કોપિક સર્જરી, બ્રેસ્ટ અને થાઇરોઇડ સર્જરી અને પેરીઆનલ સર્જરીમાં ખાસ રૂચિ છ.ેતેઓ રાજકોટ સર્જન્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે અને આઇએમએ રાજકોટમાં બે ટર્મ માટે વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી ચૂકયા છે અને તેઓ સક્રિય રોટેરિયન ૧૯૯ર થી રહ્યા છે.

(4:30 pm IST)
  • ગૃહમંત્રી રાજનાથસિંહના આજથી શરૂ થયેલ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન કુપવારામાં પેટ્રોલીંગ પાર્ટી ઉપર આતંકી હુમલોઃ ૨ જવાન ઘાયલ access_time 12:34 pm IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • ઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST